અમેરિકી સેનાની પુન: સ્થાપના કરવાની પ્રક્રિયાને વેગવંતી બનાવવા પાસ કર્યું બીલ
૨૦૦૭ના યુપીએ સરકાર વખતના કોલસા કૌભાંડમાં સ્પેશિયલ કોર્ટે આજે સવારે ચુકાદો આપતા ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી મધુ કોડાને દોષિત જાહેર કર્યા છે. આજથી ૧૦ વર્ષ પહેલા વર્ષ ૨૦૦૭માં યુપીએ સરકારના શાસનમાં કોલસા કૌભાંડ, ટેલીકોમ કોમ્યુનિકેશન કૌભાંડ, એશિયન ગેમ્સ કૌભાંડ, બોગસ સ્ટેમ્પ પેપર કૌભાંડ, ઘાસચારા કૌભાંડ સહિતના કેટલાક કૌભાંડો પૈકી કોલસા કૌભાંડે દેશભરમાં ભારે ચકચાર જગાવી હતી.
આ કોલસા કૌભાંડમાં મુખ્ય આરોપી એવા ઝારખંડના તત્કાલિન મુખ્યમંત્રી મધુ કોડા સામે સ્પેશિયલ કોર્ટમાં ચાર્જ ફ્રેમ કરવામાં આવ્યા હતા. તેમાં આજે સ્પેશિયલ કોર્ટે મધુ કોડાને દોષિત જાહેર કરતો મહત્વનો ચુકાદો આપી દીધો છે. જોકે અપરાધી સાબિત થયેલા મધુ કોડાને સજા આવતીકાલે સંભાળવવામાં આવશે તેમ કોર્ટે જણાવ્યું હતું. આ કેસમાં કોલસા મંત્રાલયના સચિવ એચ.સી.ગુપ્તા પણ આરોપી છે. જોકે હજુ અદાલતે તેમના વિશે કોઈ ચુકાદો આપ્યો નથી. સંભવત: આવતીકાલે બીજા આરોપી વિશે પણ કોર્ટ ચુકાદો આપી શકે અને સજા સંભળાવી શકે.
આ કેસની તપાસ સીબીઆઈ દ્વારા કરવામાં આવી હતી. તેમને સ્પેશિયલ સીબીઆઈ કોર્ટમાં સબમીટ કરેલા તપાસ રીપોર્ટના આધારે કોર્ટે મધુ કોડા, એચ.સી.ગુપ્તા સહિત કુલ ચાર આરોપીને દોષિત જાહેર કર્યા છે. તેમણે આવતીકાલે સજા સંભળાવવામાં આવશે તેમ કોર્ટે જણાવ્યું છે.