શિવ-પાર્વતી અને માતાજીના ભજનો ખાસ પ્રસ્તુત કરશે: ભારતીય જનતા પાર્ટીના સાંસ્કૃતિક સમિતિના સભ્યો સાથે ઉર્વશીબેન ‘અબતક’ની મુલાકાતે

ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજીત ગણપતિ મંગલ મહોત્સવનું સિદ્ધિ વિનાયક ધામ રેસકોર્ષમ મેદાનમાં આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત આજે રાત્રે ૯:૦૦ કલાકે બ્રીજદાન ગઢવી અને ઉર્વશીબેન રાદડિયા ‘લોકડાયરા’માં લોકોને ભકિતમાં તરબોળ કરશે. આ અંગે ‘અબતક’ના આંગણે આવીને ભાજપના સાંસ્કૃતિક સમિતિના સભ્યો બીનાબેન આચાર્ય અને ઉર્વશીબેન રાદડિયા સાથે આવીને માહિતી આપી હતી. તેમજ જાહેર આમંત્રણ પાઠવ્યું હતું.આજે રાત્રે લોકડાયરામાં તેઓ શિવજી, પાર્વતીજી અને આગામી દિવસોમાં નવરાત્રી આવી રહી હોય. માતાજીના ભજનો ઉપરાંત ફોકસોંગ પ્રસ્તુત કરશે. ઉર્વશીબહેને જણાવ્યું હતું કે કોઈપણ શુભ કાર્યમાં પ્રથમ ગણપતિની સ્થાપના કરવામાં આવે છે ત્યારે તેમને પ્રિય એવા તેમના માતા-પિતા શિવ-પાર્વતીના ભજનો ખાસ તેઓ દ્વારા રજુ કરવામાં આવશે.‘અબતક’ના આંગણે આવી રાત્રે લોકડાયરાની ઝલકના ભાગ‚પે તેમણે તેમના મધુરા સુરો દ્વારા દેવા હો દેવા, મન મોર બની થનકાટ કરે, તરણેતરનો મેળો જામ્યો… જામ્યો હેતનો હુડો સહિતના ગીતોના સુરો રેલાવ્યા હતા. આજે રાત્રે પણ તેઓ ડાયરામાં જમાવટ કરશે. હાલ વરસાદ સારો પડયો છે. સરકારે પણ પાણી માટે પુરુષાર્થ કર્યો છે અને આગામી વર્ષોમાં પાણીની મુશ્કેલી જોવા નહીં મળે તે માટે ખુશી વ્યકત કરતા. વરસાદનું લોકગીત ‘આભામાં ઝીણી ઝબુકે વીજળી રે… કે ઝીણા ઝરમર વરસે મેઘ….ગુલાબી કેમ કરી જાશો ચાકરી રે…ગાઈને સંભળાવ્યું હતું. તેમજ ચોમેર વરસાદ અને ગણપતિ રીઝયા જેવા માહોલમાં રિદ્ધિ સિદ્ધિના આગેવાન મારા દેવતા જેવા ભજનો યાદ કર્યા હતા.આગામી નવરાત્રીનો તહેવાર તેઓ મોરબીમાં પાટીદાર નવરાત્રી મહોત્સવમાં નવ દિવસ ગરબા ગાવાના છે ત્યારે ગરબો ગબ્બર ગોખથી આવ્યો કે ધમ્મર ધુમતો રે… તથા ઉંચા ઉંચા રે મારી માડીના ધામ…માડીના ધામ મારી માતાજીના ધામ… ગીતો પર પણ સુરો છેડયા હતા.આજના લોકડાયરામાં તેઓ વધુમાં વધુ મનોરંજન પીરસવાના છે. જેનો લાભ લેવા તમામ ભાવિકોને ભાવ સાથે આમંત્રણ પાઠવ્યું હતું. તેમજ આગામી નવરાત્રી સૌના જીવનમાં આનંદ લઈને આવે એવી કામના વ્યકત કરી હતી.ઉર્વશીબેનની સાથે ભારતીય જનતા પાર્ટીના સભ્યો બીનાબેન આચાર્ય, બટુકભાઈ દુધાગરા, જીજ્ઞેશગિરિ ગોસ્વામી, રાજીવભાઈ ઘેલાણી, મહેશભાઈ પરમાર અને રમેશભાઈ ઉધાડ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ મહોત્સવ અંગે વધુ જાણકારી માટે બીનાબેન આચાર્યનો મો.નં.૯૮૯૮૨ ૧૧૬૦૬ પર સંપર્ક કરવો.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.