માસ્ટરશેફ ઇન્ડિયા સીઝન 7 ની સ્પર્ધક ઉર્મિલા જમનાદાસ આશર 79 વર્ષની વયે દુનિયાને અલવિદા કહી દીધી છે. ચાહકોએ સોશિયલ મીડિયા પર શોક વ્યક્ત કર્યો છે.
ગુજ્જુ બેન માટે ચાહકો તરફથી શોકનો વરસાદ
ઇન્સ્ટાગ્રામ યુઝર વિરલ ભાયાણીએ એક પોસ્ટ શેર કરી અને કેપ્શનમાં લખ્યું, “ઉર્મિલા જમનાદાસ આશર, જેને પ્રેમથી ગુજ્જુ બેન તરીકે ઓળખવામાં આવે છે, તેમનું 7 એપ્રિલ, 2025 ના રોજ 79 વર્ષની વયે અવસાન થયું. તે એક પ્રખ્યાત ઉદ્યોગસાહસિક હતી જેમણે 75 વર્ષની વયે પોતાનો વ્યવસાય, ગુજ્જુ બેન ના નાસ્તા, શરૂ કર્યો હતો, જે તેમના પૌત્રને ટેકો આપવા માટે ગુજરાતી નાસ્તા વેચતો હતો. વ્યક્તિગત દુર્ઘટનાથી સફળ વ્યવસાય માલિક અને TEDx વક્તા બનવા સુધીની તેમની પ્રેરણાદાયી સફર ઘણા લોકોના જીવનને સ્પર્શી ગઈ છે”.
View this post on Instagram
સમાચાર પછી તરત જ, ચાહકોએ ટિપ્પણી વિભાગમાં આવીને આવા પ્રતિભાશાળી વ્યક્તિત્વના નિધન પર શોક વ્યક્ત કર્યો. એક યુઝરે લખ્યું, “તે ખૂબ જ ગહન વ્યક્તિત્વ હતા, તેમને ચોક્કસ યાદ કરવામાં આવશે. તેમના આત્માને શાંતિ મળે અને સમગ્ર પરિવારને વધુ શક્તિ મળે”. બીજા યુઝરે લખ્યું, “ઓમ શાંતિ. તમારી અદ્ભુત સ્મિત અને ઉર્જા યાદ આવશે બા”. “તેમના આત્માને શાંતિ મળે આમીન, બહાદુર પરિવાર પ્રત્યે હૃદયપૂર્વકની સહાનુભૂતિ”, ત્રીજા યુઝરે લખ્યું.
ઉર્મિલા જમનાદાસ આશર વિશે
મુંબઈના રહેવાસી ઉર્મિલા જમનાદાસ પોઝિટિવીટી અને પ્રેરણાનું ઉદાહરણ હતા. 79 વર્ષની વયમાં પણ તેમનો જોશ અને ઝનૂન જોરદાર હતો. ડેઈલી રૂટિનના કામ પતાવ્યા પછી પોતાના કિચનમાં જાય અને અહીંથી તેમના પ્રોફેશનલ કામની શરૂઆત કરતા. તેઓ સૂકો નાસ્તો, ગરમ નાસ્તો, ઢોકળા, નમકીન, અલગ અલગ પ્રકારની કૂકીઝ, અથાણાં અને અનેક ગુજરાતી ડિશિસ તૈયાર કરતા. પછી તેના પેકેજિંગ પછી મુંબઈ અને તેની આસપાસના વિસ્તારોમાં ડિલિવરી કરવામાં આવતી. માત્ર એક વર્ષમાં જ તેમના કિચનની સુગંધ મુંબઈની સાથે સાથે દેશના અન્ય હિસ્સા સુધી ફેલાઈ ગઈ હતી. એટલે સુધી કે લંડનમાં રહેતા તેમના રિલેટિવ પણ ઉર્મિલાના હાથની જાદુગરીના ફેન છે. તેનાથી તેઓ દર મહિને 2થી 3 લાખ રૂપિયાનો બિઝનેસ કરી રહ્યા છે.
ઉર્મિલાબેનની સફરમાં ઉતારચઢાવ અને સંઘર્ષ દરેક વળાંકમાં
એક પછી એક અનેક સેટબેક મળ્યા વાસ્તવમાં ઉર્મિલાબેનની સફરમાં ઉતારચઢાવ અને સંઘર્ષ દરેક વળાંકમાં રહ્યા છે પરંતુ એટલી જ ઝિંદાદિલીથી તેમણે તેનો મુકાબલો પણ કર્યો છે. લગ્નના કેટલાક વર્ષ જ વીત્યા હતા કે એક એક્સિડન્ટમાં તેમની અઢી વર્ષની પુત્રીનું મોત થયું હતું. તેના થોડા વર્ષો પછી બ્રેઈન ટ્યુમરના કારણે તેમના મોટા પુત્રનું મો*ત થયું. તેઓ આ આઘાતમાંથી બહાર આવે ત્યાં થોડા વર્ષો બાદ તેમના નાના પુત્રનું પણ હાર્ટએટેકમાં મોત થઈ ગયું. ઉર્મિલાબેન માટે આ સૌથી મોટો સેટબેક હતો. પરિવારની આર્થિક સ્થિતિ પહેલાથી જ નબળી હતી, ઉપરથી એક પછી એક આઘાત. પરંતુ તેમણે મુશ્કેલીઓ સામે સરેન્ડર ન કર્યુ. પરંતુ તેનો દૃઢતાથી સામનો કર્યો. તેમના પતિ પ્રાઈવેટ નોકરી કરતા હતા. કમાણી એટલી નહોતી કે પરિવારનો ખર્ચ ચલાવવાની સાથે બંને પૌત્ર-પૌત્રીને સારૂં એજ્યુકેશન આપી શકે. આથી ઉર્મિલાબેને આગળ વધીને જવાબદારી ઉઠાવી. તેઓ હંમેશા ભોજન બનાવવાના શોખીન રહ્યા હોવાથી તેઓ દરેક પ્રકારની ગુજરાતી રેસિપીઝ બનાવતા હતા. થોડા વર્ષો માટે તેઓ એક રિલેટિવના માધ્યમથી લંડન જતા રહ્યા હતા. ત્યાંથી ઉર્મિલાબેન પરિવાર ચલાવવા માટે પૈસા મોકલતા હતા.
સંજોગો ઉર્મિલાબેનની પરીક્ષા લઈ રહ્યા હતા
સંજોગો ઉર્મિલાબેનની પરીક્ષા લઈ રહ્યા હતા 2012માં તેમના પૌત્ર હર્ષે એમબીએ કર્યુ અને એક ટુરિઝમ કંપનીની સાથે કામ કરવા લાગ્યો. તેના પછી ઉર્મિલાબેન મુંબઈ પરત આવી ગયા. આ દરમિયાન તેમણે તેમની પૌત્રીના લગ્ન પણ કરી દીધા. બધુ ધીમે ધીમે પાટા પર આવી રહ્યું હતું. હર્ષે પોતાની નોકરી છોડીને ગિફ્ટિંગ પ્રોડક્ટ્સનો બિઝનેસ શરૂ કર્યો હતો. સારી કમાણી થઈ રહી હતી પરંતુ 2019માં હર્ષ એક અક*સ્માતનો શિકાર બન્યો. તેને ગંભીર ઈજા થઈ. અનેક દિવસ સુધી હોસ્પિટલમાં રહેવું પડ્યું. બિઝનેસ પણ ઠપ થઈ ગયો. એટલે હરીફરીને સ્થિતિએ ફરીથી ઉર્મિલાબેનની પરીક્ષા લેવાનું શરૂ કર્યુ.
મુશ્કેલીઓનું શું છે, એ તો આવે ને જાય 30 વર્ષના હર્ષે કહ્યું કે એ અ*કસ્માત પછી મેન્ટલી તે ખૂબ પરેશાન રહેતો હતો. મારા મોંના અપર લિપ્સ લોસ થયા હતા. આ કારણથી ફેસ થોડો અજીબ દેખાતો હતો, પરંતુ દાદી મારી હિંમત વધારતી હતી. દાદી કહેતા કે અપર લિપ્સ કપાવાથી અને બિઝનેસ બંધ થવાથી જિંદગી અટકી ન જાય. મુશ્કેલીઓનું શું છે એ તો આવે ને જાય. તું શિક્ષિત છો, ટેલેન્ટેડ છો, કોશિશ કર, સફળતા જરૂર મળશે.
અથાણાંને સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યા તો આવવા લાગ્યા ઓર્ડર્સ
દાદીના બનાવેલા અથાણાંને સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યા તો આવવા લાગ્યા ઓર્ડર્સ હર્ષના દાદી દર વર્ષે ગુજરાતી અથાણાં તૈયાર કરતા હતા. ગત વર્ષે પણ તેમણે કેરીના કેટલાક અથાણાં બનાવ્યા. કોરોનાના કારણે લોકડાઉન હોવાથી તેઓ ઘરમાં જ રહેતા હતા. એ દરમિયાન હર્ષના મનમાં વિચાર આવ્યો કે દાદીએ બનાવેલા અથાણાં બીજા લોકો સુધી પહોંચાડવા. તેણે દાદી સાથે વાત કરી અને સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકી. પછી તો એક પછી એક અનેક લોકોનાં ઓર્ડર્સ આવવા લાગ્યા, હર્ષ અને તેમના દાદી માટે આ ટર્નિંગ પોઈન્ટ સાબિદ થયો. અને અહીંથી તેમના હોમમેડ સ્ટાર્ટઅપની શરૂઆત થઈ હતી.
ઘરમાં ઠાકોરજીની સેવા હોય એટલે ભાતભાતનાં પકવાન બનતાં
ઊર્મિલાબહેનનાં પિયરનાં ઘરે ઠાકોરજી માટે ઘણી સામગ્રીઓ બનતી. ત્યારે ઊર્મિલાબહેન તેઓનાં મમ્મી અને દાદીને રસોઈમાં હેલ્પ કરતાં. માત્ર ધોરણ સાત સુધી ભણેલાં ઊર્મિલા બાનાં માત્ર ૧૭ વર્ષની વયે જ લગ્ન થઈ ગયા હતા અને તેઓ આશર પરિવારમાં આવ્યાં હતાં.
બાળકોને સદ્ધર કરવા કામ કર્યું!
જ્યારે ઊર્મિલા બા પરણીને આશર પરિવારમાં આવ્યાં ત્યારે એ વખતે એમના પતિનો પગાર ૭૫-૧૦૦ રૂપિયા. એ વખતે બાળકો નાના હતા એટલે ઘણા લોકોને ત્યાં તેઓ પોતે રસોઈ કરવા પણ જતાં. તેઓ કહે છે કે એ જમાનામાં એક વખતના ૫૦ રૂપિયા મળતા. તે ઉપરાંત ફોલ બિડિંગ પણ કરતાં. વળી, તેઓએ પાર્લામાં ગ્લુકોઝ બિસ્કિટ ફેક્ટરીમાં પણ કામ કર્યું હતું. આમ પોતે કામ કરીને ઘરને ટેકો આપ્યો અને બાળકોને સદ્ધર કર્યા. એમ કરતાં કરતાં ક્યાંય બાળકો મોટા થઈ ગયા.
એક પછી એક સંતાનોની એક્ઝિટ!
ઊર્મિલા બાનું જીવન ખૂબ જ સંઘર્ષમય રહ્યું છે. તેને શબ્દોમાં વર્ણવવું કપરું છે. સૌ પ્રથમ તો મોટા દીકરાને બ્રેઇન ટ્યૂમર અને નાનો દીકરો હાર્ટ ફેલ થતાં મૃત્યુ પામ્યો. બંને દીકરાની વિદાય બાદ તેઓની દીકરી રમતાં રમતાં પડી જવાથી મૃત્યુ પામી. આમ, સંતાનોનાં વિરહ વચ્ચે તેઓ જીવી રહ્યાં હતાં. તેમાં જ્યારે કોરોનાકાળ આવ્યો. વર્ષ ૨૦૧૯માં એકમાત્ર પૌત્ર હર્ષનો પણ અકસ્માત થયો. તેના નીચલા હોઠનું ઓપરેશન થયું. ચહેરાનું રૂપ બદલાઈ જવાથી તે પણ ઘરે રહેવા લાગ્યો. આમ આર્થિક કટોકટી વચ્ચે ઊર્મિલા બાએ ઘણું વેઠ્યું.
ઢળતી વયે યુટ્યુબ પર ચમક્યાં બા!
ઊર્મિલા બાએ ફૂડ બિઝનેસ વધારવા માટે અન્ય લોકો સાથે પાર્ટનરશિપમાં ક્લાઉડ કિચન પણ શરૂ કર્યું. બધાને દાળ-બાત, શાક રોટલી, શ્રીખંડ પૂરી વગેરે બનાવીને આપતાં. રોજની ૩૦-૩૫ થાળીઓ તેઓ બનાવતાં. ધીમે ધીમે પાર્ટનરશિપ પછી બંધ કરી. ત્યારે કોઈએ તેઓને સજેસ્ટ કર્યું કે તમે આટલી સરસ વાનગીઓ બનાવો છો તો યુટ્યુબ પર ચેનલ બનાવો. અને પછી તો યુટ્યુબ પર પણ ધૂમ મચાવવા લાગ્યાં ઊર્મિલા બા! શરૂઆતમાં હર્ષ રેકોર્ડીંગ કરતો. પછી તો ઊર્મિલા બા અમદાવાદ જઈને સ્ટુડિયોમાં રેકોર્ડીંગ કરવા લાગ્યાં.