વિપક્ષના સભ્યોએ જર્જરીત સામાન્ય ખંડની મુલાકાત લઈ કમિશનરને રજૂઆત કરી
અબતક-જામનગર
જામનગર મહાનગર પાલિકાના વિરોધ પક્ષના સભ્યોએ જર્જરિત સામાન્ય સભા ખંડની મુલાકાત લીધી હતી. તેમજ નવો સામાન્ય સભા ખંડ બનાવવાની કામગીરી ઝડપથી શરૂ થાય તેવી કમિશ્નરને રજૂઆત પણ કરવામાં આવી છે.
જામનગર મહાનગરપાલિકા શહેરમાં જર્જરિત મકાને દર વર્ષની જેમ નોટિસ આપી સંતોષ માની લે છે. ત્યારે જામનગર મહાનગર પાલિકાના પટાંગણમાં બે બિલ્ડિંગો જર્જરિત છે. જામનગર મહાનગર પાલિકામાં શહેર વિસ્તારમાં 16 વોર્ડ આવેલા છે અને 64 નગરસેવક છે. જ્યારે શહેર આખાની સમસ્યાની ચર્ચા સામાન્ય સભામાં થતી હોય છે તે જ સામાન્ય સભા ખંડ જર્જરિત હાલતમાં છે. જ્યારથી કોરોના મહામારી ચાલી રહી છે ત્યારથી સરકારની ગાઇડલાઇની પાલન મુજબ સોશિયલ ડિસ્ટન જાળવવાનું હોય છે. ત્યારે કોરોના કાળ બાદ એક પણ વખત સામાન્ય સભા ખંડમાં યોજાઇ હતી નહીં. જામનગર મહાનગર પાલિકા પાસે પટાંગણમાં જ સામાન્ય સભાખંડની વ્યવસ્થા નથી અને જર્જરીત બિલ્ડિંગની કામ કરવાનો સમય નથી. તો શહેર નાગરિકોને આપેલ 105 જેટલી નોટિસ કામગીરી ક્યારે થશે. દર વર્ષની જેમ પ્રિમોન્સુન કામગીરીમાં મહાનગરપાલિકા માત્ર જર્જરિત ઈમારતોને નોટિસ આપીને જ સંતોષ માની લે છે. બીજી તરફ જામનગર મહાનગરપાલિકા જર્જરિત ઇમારતને કોણ નોટિસ આપશે તે પણ તે પણ ચર્ચાનો વિષય છે.
જ્યારે સામાન્ય સભા ખંડ પણ નવો બનાવવાની મંજૂરી મળી ગઇ છે. ત્યારે હવે જોવાનું રહ્યું કે, સામાન્ય સભા ખંડની કામગીરી ક્યારે ચાલુ થશે. વિરોધ પક્ષના નેતા અલ્તાફ ખફી જણાવ્યું હતું કે, જનરલ બોર્ડના ખંડની અમે વિરોધ પક્ષના સભ્ય વિઝિટ કરવા આવ્યા હતા કોવિડના બે વર્ષના સમયગાળામાં સોશિયલ ડિસ્ટન્સને ધ્યાનમાં રાખીને ટાઉનહોલમાં ચેમ્બરમાં અલગ અલગ જગ્યાએ જામનગર મહાનગરપાલિકા નો જનરલ બોર્ડમાં લોકોની પ્રશ્નોની ચર્ચા થાય છે.
જામનગર મહાનગર પાલિકાના 800 કરોડનું બજેટ હોય એની પાસે પોતાના પાસે એના સભ્યો મિટિંગ કરી શકે તેવી પણ જગ્યા નથી એ શરમજનક વાત કહેવાય. જ્યારે આજે અમે વિઝીટ કરવામાં આવ્યા હતા ત્યારે જનરલ બોર્ડની હાલત એકદમ જર્જરિત છે. સારો વધુ પવન આવે તો આ બોર્ડ ધરાશાયી થઇ જાય તેવી સ્થિતિ છે. જ્યારે બાજુબાજુમાં બેઠેલા લોકો ઉપર જર્જરિત બિલ્ડીંગ પડે તો દબાઈ જાય તેવી પરિસ્થિતિમા જનરલ બોર્ડની હાલત છે. જામનગર મહાનગર પાલિકાના કમિશનર પાસે જામનગર શહેરના પ્રથમ નાગરીક મેયર પાસે અમે માંગણી કરી છે. તાત્કાલિક એક નવું જનરલ બોર્ડ જે મંજૂર કર્યું છે જેને કામ ચાલુ કરી લોકોને પ્રશ્નોના રજૂઆત માટે તાત્કાલિક જનરલ બોર્ડ બનાવો તેવી અમારી રજૂઆત પણ કરી છે.જામનગર શહેરમાં દર વર્ષે પ્રિ મોનસૂનના નામે 105 જેટલી નોટિસ આપવામાં આવે છે. જ્યાં પણ જર્જરિત ઇમારતો છે ત્યાં માત્ર નોટિસ દઈને મહાનગરપાલિકા નોટિસ આપીને સંતોષ ના મેળવી લે કાયદેસર કાર્યવાહી કરે. માલિક હોય તેના માલિકને નોટિસ આપે અને ધરાશાયી કરી નાખે જર્જરીત બિલ્ડિંગના અથવા મહાનગર પાલિકાની ટીમના સહયોગથી તોડવી પડે. ગયા વર્ષે જ વાઘેરવાડા વિસ્તારમાં એક બનાવ બન્યો હતો તેમાં ત્રણથી ચાર નિર્દોષ લોકોના મૃત્યુ થયા હતાં. આ વખતે આવો બનાવ ન બને એની જામનગર મહાનગરપાલિકાની પર જવાબદારી છે. બિલ્ડીંગનો નવેસરથી નિર્માણ થાય એવી માંગણી છે.