નવનિયુકત ૧૮ હજાર પોલીસ કર્મચારીઓને નિમણુંક વેળાએ મુખ્યમંત્રીનું સંબોધન

વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના ખાઇશ પણ નહીં ને ખાવા દઇશ પણ નહીં, સુત્ર માટે ખ્યાતનામ છે. ત્યારે આપણા મુખ્યમંત્રી વિજયભાઇ ‚પાણી પણ તેમના પગલે ચાલી રહ્યા હોય તેવું લાગે છે તાજેતરમાં જ પોલીસદળમાં ભરતી થયેલા ૧૮,૨૧૭ પોલીસ જવાનોને નીતિમત્તા

જાળવીને કયારેય લાંચ ન લેવા તેમણે ટકોર કરી હતી.પોલીસદળમાં નવા ભરતી થયેલા ૧૮,૨૧૭ પોલસ જવાનોને નિમણુંક પત્ર આપવાનો કાર્યક્રમ તાજેતરમાં જ રિવરફ્રન્ટ ખાતે યોજાયો હતો. મુખ્યમંત્રી વિજય ‚પાણીના હસ્તે તેમને નિમણુંક આપવામાં આવી હતી. આ પ્રસંગે રાજય સરકારે ગૃહવિભાગ અને પોલીસ ભરતી બોર્ડને પારદર્શી અને વાદવિવાદ રહીત ભરતી માટે અભિનંદન પાઠવ્યા હતા.આ પ્રસંગે બોલતા મુખ્યમંત્રી વિજય ‚પાણીએ જણાવ્યું હતું કે આધુનિક ટેકનોલોજીથી સજજ યુવા પેઢી હવે પોલીસ દળમાં જોડાઇ રહી છે. વધુમાં તેમણે કહ્યું હતું કે પોલીસની તાકાત શકિત અસામાજીક તત્વો પર ધાકની હોવી જોઇએ. તો જ પ્રજાને સુરક્ષા અને સલામતીનો અહેસાસ થશે. તે સિવાય તેમણે દેશભકિત રાષ્ટ્રભકિતની ગરિમા ગુજરાત યુવાઓ ઝળકાવે તે માટે રાજયમાં બે નવી સૈનિક સ્કુલો શરુ કરવાની ઇચ્છા વ્યકત કરી હતી.આ કાર્યક્રમમાં મંત્રીમંડળના સભ્યો, ધારાસભ્યો, સંસદીય સચિવો, મુખ્ય સચિવ જે.એન.સિંઘ, મુખ્યમંત્રીના અગ્રસચિવ કે.કૈલાસનાથન ઉપરાંત પોલીસ કમિશ્નર એ.કે.સિંઘ સહીત ઉચ્ચ પોલીસ અધિકારીઓ હાજર રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.