સૌરાષ્ટ્રના દર્દીઓ માટે હદય સમાન ગણાતી રાજકોટની સિવિલ હોસ્પિટલમાં અનેક લોકોની સારવાર માટે લાગતી હોય છે જેથી દર્દીઓને કોઈપણ અગવડતા ઊભી ન થાય તે માટે તબીબી અધિક્ષક ડો.આર.એસ.ત્રિવેદી દ્વારા ઓચિંતુ વિભાગોમાં ચેકિંગ હાથ ધરવામાં આવે છે અને દર્દીઓને ઊભી થતી સમયસર ઉકેલ કરવાના પૂરતા પ્રયત્નો કરવામાં આવે છે.
રિપોર્ટ કરાવવા માટે થતી લાઈનો ઘટાડવા વધુ પાંચ ટેક્નિશિયન તાકીદે મૂકવા ઇન્ચાર્જને ટકોર : ચેકીંગમાં ડો.મહેન્દ્ર ચાવડા પણ સાથે જોડાયા
જ્યારે ગઈકાલે તબીબી અધિકક્ષક દ્વારા સિવિલ હોસ્પિટલનાં ઓપીડી બિલ્ડિંગમાં આવેલી લેબોરેટરીમાં દર્દીઓની ભીડ થતી હોવાના પ્રશ્ન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જ્યારે આ ભીડ ને ઓછી કરવા માટે એક માસની અંદર લેબોરેટરી વિભાગ સંપૂર્ણ પણે ડિજિટલ કરી નાખવા અંગેની સૂચના આપવામાં આવી છે તે ઉપરાંત સ્ટાફ વધારવા તથા લેબોરેટરી વિભાગની જગ્યા વધારવા માટે ઉપર લેવલે જાણ કરવામાં આવી છે.
સિવિલ હોસ્પિટલમાં ગઈકાલે તબીબી અધિક્ષક ડો.આર.એસ.ત્રિવેદી ઓપીડી બિલ્ડિંગ સ્થિત લેબોરેટરી વિભાગમાં ચેકિંગ માટે નીકળ્યા હતા જેમાં તેને અનેક અગવડતાઓ જોવા મળતા ફરજ પરના સ્ટાફને ખખડાવી લીધા હતા.લેબોરેટરી પર રોજ 400 થી વધુ દર્દીઓની આવન-જાવન થતી હોવાથી માત્ર ત્રણ-ચાર-લેબો.ટેકનિશિયનથી અહીં કામગીરી પર હોવાથી કામકાજ ઝડપથી કરી શકાતી નથી એક-બે-ટેકનિશિયન તો દર્દીઓને સમજાવામાં રોકાય જાય છે એ સ્થિતિ હોવાથી વિભાગના ઇન્ચાર્જ સાથે તબીબી અધિક્ષકે મીટીંગ કરી વધુ 5 ટેકનિશિયન મુકવાનું સૂચન આપી દેવામાં આવ્યું છે જ્યારે સરપ્રાઈઝ ચેકિંગ મામલે તબીબી અધિકક્ષક દ્વારા ’ અબતક ’ મીડિયા સાથેની ટેલીફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, હાલ લેબોરેટરી વિભાગ પેપર પર ચાલી રહ્યો છે પરંતુ તેને એક માસની અંદર ડિજિટલ કરી નાખવા અંગેની સૂચના હાલ આપી દેવામાં આવી છે અને તેના પૂરતા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. જેથી લેબોરેટરી વિભાગ ડિજિટલ થતાં જ દર્દીઓના મોબાઈલ નંબર પર જ રિપોર્ટ મોકલી દેવામાં આવશે જેથી હોસ્પિટલમાં જામતી ભીડમાંથી પણ દર્દીઓને મુક્તિ આપી દેવામાં આવશે તેવું જણાવવામાં આવ્યું છે.
જ્યારે લેબોરેટરી નજીક દર્દીઓ ટોળા સ્વરૂપે એકત્ર થઇ જતાં હોવાથી અહીં રોજ ચોરી-ચપાટી, ગજવા હળવા થવા અને મોબાઇલ ચોરાઇ જવાના બનાવો બને છે. ત્યારે જો અન્ય મોટા દવાખાનાની જેમ દર્દીઓને ઉભવાની વ્યવસ્થા માટે રેલીંગ ઉભી કરવા માંગ થઇ છે. જેથી ગઈકાલે તબીબી અધિક્ષક દ્વારા લેબોરેટરી અને ઓર્થોપેડિક વિભાગમાં ઓચિંતુ ચેકિંગ હાથ ધરી દર્દીઓને થતા પ્રશ્નોનો તાત્કાલિક પણે નીવાકરણ લાવવા માટે સૂચના આપવામાં આવી છે.
ઓર્થોપેડિક વિભાગમાં ચાલુ ફરજે મોબાઇલમાં વ્યસ્ત તબીબને ઠપકો આપતા: સુપ્રીટેન્ડન્ટ
સિવિલ હોસ્પિટલમાં તબીબી અધિક્ષક ડો.આર.એસ.ત્રિવેદી દ્વારા ગઈકાલે સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ત્યારે ઓર્થોપેડિક વિભાગમાં તબીબી અધિક્ષક પહોંચ્યા તે સમયે ચાલુ ફરજ પર એક ડોક્ટર મોબાઈલ પર વ્યસ્ત હતો અને દર્દીઓને તપાસી રહ્યો ન હતો જેથી સુપ્રિર્ન્ટન્ડેન્ટ દ્વારા તેને જાહેરમાં ખખડાવી નાખવામાં આવ્યો હતો અને તેની સામે કડક પગલાં લેવા માટે છે તેવી ભાગના હેડને સૂચના આપી દેવામાં આવી હતી. તે ઉપરાંત ઓર્થોપેડિક વિભાગમાં થતી અગવડતાઓ વિશે તાગ મેળવી તેનું નિવાકરણ લાવવા માટે સૂચના આપવામાં આવી હતી.