કોરોના સંક્રમણ અટકાવવા લાંબા સમયથી બંધ રહેલું શિક્ષણકાર્ય માત્ર શિક્ષણને અસર કરતા નથી બન્યો તેનથી વિદ્યાર્થીઓની માનસિક સ્થિતિ પણ ખોરંભે પડી ગઈ છે હવે જો વધુ સમય શાળાઓ બંધ રહેશે તો વિદ્યાર્થીઓની મનો સ્થિતિ બગડી શકે તેવો નિષ્ણાતોનો મત
ચીનમાંથી શરૂ થયેલી કોરોનાની ભૂતાવળ સમગ્ર વિશ્વમાં આટો લઈ ચૂકી છે અને ભારત સહિતના અનેક દેશોમાં લાંબા સમયના પ્રતિબંધ અને ખાસ કરીને સોશિયલ ડિસ્ટન્સ અને લોક ડાઉનની પરિસ્થિતિ માં બંધ રહેલી શાળાઓના કારણે વિદ્યાર્થીઓની મનોસ્થિતિ કથળી હોવા અંગે વિશ્વ આરોગ્ય સંસ્થાએ ચેતવણી ઉચ્ચારી ખાસ કરીને ભારત જેવા પરંતુ દેશોમાં હવે શાળાઓ ખોલવાની આવશ્યકતા હોવાનું હું ના પૂર્વ દક્ષિણ એશિયાના પ્રાદેશિક મહાનિર્દેશક ડોક્ટર પૂનમ ખેતરપાલ એ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું,
સમગ્ર વિશ્વમાં હવે મહામારી થાળે પડી રહી છે ત્યારે અન્ય ક્ષેત્રોની જેમ શૈક્ષણિક ક્ષેત્ર પણ ખોલવાની આવશ્યકતા છે લાંબા સમયથી બંધ રહેલા શૈક્ષણિક સંકુલો ના કારણે વિદ્યાર્થીઓની મનોસ્થિતિ પર અવળી અસર પડી છે, જો હજુ શાળાઓ લાંબા સમય સુધી બંધ રહેશે તો વિદ્યાર્થીઓનું માનસિક સ્વાસ્થ્ય જોખમમાં મૂકાઈ જશે
તબક્કાવાર અન લોક ની પ્રક્રિયા માં ભલે અનેક સાવચેતીની આવશ્યકતા હોય હજુ મહામારી સંપૂર્ણપણે કાબુમાં આવી નથી ત્યારે જાહેર આરોગ્ય ને ધ્યાને લઇ સામાજિક અંતર અને સંક્રમણ ન ફેલાય તે માટે જરૂરી તકેદારી માં શાળા અને શૈક્ષણિક સંકુલોમાં વિદ્યાર્થીઓની ભીડ એકઠી ન થાય તેની તકેદારી રાખવી અનિવાર્ય છે વર્ગખંડમાં ઓછી સંખ્યા અને સંક્રમણ ન ફેલાય તે માટે ની તકેદારી ડીજીટલ ટેકનોલોજીનો ઉપયોગ કરી સલામતીના પરિમાણો વચ્ચે હવે શાળાઓ ખોલવાની જરૂરિયાત છે
લાંબા સમયથી શાળાએ ન જતા વિદ્યાર્થીઓ નું ભણતર ભલે ઓન લાઇન ચાલુ હોય પરંતુ ઘર બેઠા બેઠા તેની મનોસ્થિતિ માં મોટો બદલાવ આવ્યો છે જો આ પરિસ્થિતિ લાંબો સમય ચાલશે તો બાળકોની માનસિક સ્વસ્થતા કથલી જાય તેવી પરિસ્થિતિ ઉભી થઈ છે
વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે હવે તકેદારી અને સાવચેતીના પગલા વચ્ચે શાળાઓ ખોલવાની જરૂરિયાત હોવાનું વિશ્વ આરોગ્ય સંસ્થાના દક્ષિણ-પૂર્વ એશિયાના મહાનિર્દેશક .પૂનમ ખેતરપાલ સિંહ દ્વારા ખાસ હિમાયત કરવામાં આવી છે