જ્ઞાતિ-જાતિના રાજકારણથી પર આવી શિસ્તને અનુસરવું કોંગ્રેસ માટે ખૂબ જ જરૂરી
ઉદયપુર ખાતે ત્રણ દિવસીય ચિંતન શિબિરમાં કોંગ્રેસના સોનિયા ગાંધીએ પક્ષના આગેવાનોને સંદેશો પાઠવ્યો હતો અને જણાવ્યું હતું કે હવે પક્ષ સમયની સાથે કામ કરવાની પદ્ધતિ પણ બદલાવી પડશે તો ને તો જ પક્ષ પોતાનું વર્ચસ્વ સ્થાપિત કરી શકશે. એટલું જ નહીં કોંગ્રેસ પક્ષની પીછેહઠ થવા પાછળના અનેકવિધ કારણોનું સામે આવ્યા છે જેમાં સૌથી મોટું કારણ એ છે કે જ્યાં સુધી કોંગ્રેસ જ્ઞાતિ-જાતિના રાજકારણથી પર રહી ઊઠે ત્યાં સુધી તેઓ રાજકારણમાં સહેજ પણ સક્રિય નહીં થઈ શકે બીજી તરફ કોંગ્રેસ પક્ષમાં શિસ્તનો અભાવ પણ સૌથી વધુ જોવા મળી રહ્યો છે.
કોંગ્રેસ સામે સૌથી મોટો પડકાર હાલ કોઈ હોય તો એ છે કે કોંગ્રેસ પક્ષમાં જોડાયેલા આગેવાનો નેતાગીરી કરવા જ માંગે છે કોઈ કાર્યકર બનવા ની હરોળમાં આવતું નથી એટલું જ નહીં પણ વલણ અને ચલણ સતત વધુ જોવા મળી રહ્યું છે જે કોંગ્રેસ પક્ષ માટે ખૂબ જ જોખમી સાબિત થયું છે.
ત્રણ દિવસીય ચિંતન શિબિરના પ્રથમ દિવસે સોનિયા ગાંધીએ ૪૦૦થી વધુ આગેવાનો ને સંબોધતા જણાવ્યું હતું કે હાલ એ સમય આવી ગયો છે કે જ્યારે પાર્ટી પોતાની કામ કરવાની પદ્ધતિ બદલાવે અને વ્યક્તિગત પોતાનું મૂલ્યાંકન કરે. આ કરવા પાછળ કોંગ્રેસ પક્ષ સફળતા હાંસલ કરશે તો આગામી ચૂંટણીમાં પક્ષને ઘણો ખરો ફાયદો પણ મળી શકશે.
બીજી તરફ સોનિયા ગાંધીએ આગેવાનો સાથે માહિતી ની આપ-લે કરતાં જણાવ્યું હતું કે તેઓ જે સમયમાંથી પસાર થયા છે તે સમયે ઘણું શીખવાડયું છે બેસીને સાથે રહી આગામી ચૂંટણીમાં કોંગ્રેસ પૂરા જુસ્સાથી મેદાનમાં ઉતરશે. બીજી તરફ તેઓએ આગેવાનોને સ્પષ્ટ સૂચના આપી હતી કે તેમના મનમાં જો કોઈ સંદેશ અથવા તો કોઈ પ્રશ્ન હોય તો તે તેઓને આ ચિંતન શિબિરમાં કહી શકે છે.
તેથી તેમના પ્રશ્નોનું નિરાકરણ આવી શકે અને પક્ષ વધુ મજબૂત બની શકે. ચૂંટણી લડાવવા માટે કોંગ્રેસ પક્ષે ઘણાખરા ફેરફારો પણ કર્યા છે જેમાં એક ફેરફાર તો એ છે કે જે કોઈ ઉમેદવાર કોંગ્રેસ પક્ષ માટે ચૂંટણી લડવા તત્પરતા દાખવતા હોય તો તેને સર્વ પ્રથમ પાંચ વર્ષ જેટલો અનુભવ મેળવવો પડશે અને ત્યારબાદ જ તે કોંગ્રેસ પક્ષ તરફથી ચૂંટણી લડી શકશે.
આગામી વિધાનસભા ચૂંટણી અને લોકસભા ચૂંટણીને ધ્યાને લઇ કોંગ્રેસ પક્ષ દ્વારા અનેકવિધ ફેરફારો પણ કરવામાં આવ્યા છે પરંતુ આ ફેરફાર કેટલા સમય માટે ના હશે અને તે ખરા અર્થમાં કેટલા ઉપયોગી નીવડશે તે આવનારો સમય જ બતાવશે પરંતુ હાલના તબક્કે કોંગ્રેસ પક્ષ દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો છે તેનાથી એ વાત સ્પષ્ટ છે કે હવે કોંગ્રેસમાં ક્યાંકને ક્યાંક પરિવર્તન પણ આવી શકે છે. તો સામે એ પણ એટલું જ જરૂરી છે કે કોંગ્રેસમાં જે પ્રશ્નો ઊભા થયેલા છે તેનું ઝડપભેર નિવારણ કરવામાં આવે અને નેતાગીરી નહીં પરંતુ કાર્યકરોની સંખ્યામાં વધારો થાય.