જિલ્લામાં મુખ, સ્તન, રકત, લીવર અન્નનળીના કેન્સરની સારવાર માટે લોકોને બહારગામ જવાની મજબુરી દૂર થવી જોઈએ
સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા કેટલાક વર્ષો દરમિયાન કેન્સરના દર્દીઓમાં ચિંતાજનક વધારો થયો છે. તેની સામે જિલ્લામાં કેન્સરની સારવાર ઉપલબ્ધ ન હોવાથી દર્દીઓને સારવાર લેવા માટે બહારગામ જવુ પડતુ હોવાથી શારીરીક-માનસીક અને આર્થિક રીતે હેરાન થવું પડે છે. કેન્સરના દર્દીઓને પડતી હાલાકીને જોતા સુરેન્દ્રનગર જિલ્લામાં અદ્યતન કેન્સર હાસ્પિટલની સુવિધા ઉભી થાય તે માગ ઉભી થઇ છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં મોઢાના કેન્સરનું પ્રમાણ સૌથી વધુ હોવાનુ જોવા મળે છે. મોઢાના કેન્સરની સારવારનો ખર્ચ ત્રણથી પાંચ લાખ રૂા. આવે છે. અન્ય બે્રસ્ટ કેન્સર, બ્લડ કેન્સર, લીવર અને અન્નનળીના કેન્સર, ગળાના કેન્સર વિગેરેનો ખર્ચપણ ઘણો વધારે આવે છે. કેન્સરની સારવાર માટે બહારગામ જવુ પડતુ હોવાથી ખર્ચનો આંકડો સામાન્ય પરિવારને ન પોસાય તેટલો ઉંચો આવે છે આથી સુરેન્દ્રનગરમાં સરકાર અને દાતાઓના સહકારથી કેન્સરની અદ્યતન સારવારની ઉભી થાય તેવી લોકમાગ વ્યાપક બની રહી છે.
સુરેન્દ્રનગરમાં સી.યુ.શાહ મેડીકલ કોલેજ એન્ડ હોસ્પીટલ, સી.જે.હોસ્પીટલ, સવા હોસ્પીટલ, જેવી મોટી આરોગ્ય સંસ્થાઓ છે જ્યાં હ્ય્દયરોગ, કિડની સહિતના રોગોની સારવાર ઉપલબ્ધ છે. કેન્સરના નિષ્ણાત તબીબો વિઝીટીંગ ડોકટર તરીકે સેવા આપવા આવે છે અને દર્દીઓના નિદાન કરીને સારવાર અંગે માર્ગદર્શન આપે છે પરંતુ કેન્સરના દર્દીઓને મોંઘીદાટ સારવાર લેવા માટે અમદાવાદ કે રાજકોટ જેવા શહેરમાં જવું પડે છે. મેજર ઓપરેશન પછી કેમોથેરાપી લેવા માટે પણ વારંવાર બહારગામ જવું પડે છે.
સામાન્ય પરીવાર માટે આ બધા ખર્ચાઓ કમ્મરતોડ બની જાય છે. ઘણીવાર તો પરિવારની બચત અને મરણમુડી ખર્ચાઈ ગયા પછી પણ સ્વજનને ગુમાવવાનો વારો આવે છે આથી સુરેન્દ્રનગરમાં જ કેન્સરની અદ્યતન સારવારની સુવિધા ઉભી થાય તો સામાન્ય પરિવારોને આ ખર્ચાળ સારવારમાં ઘણી રાહત મળે તેમ છે.
રાજકીય ક્ષેત્રના ધારાસભ્ય કે સંસદ સભ્ય સુરેન્દ્રનગર શહેરને કેન્સર હોસ્પિટલ અપાવશે?
સુરેન્દ્રનગર શહેરનું અત્યારે છેવાડા સુધી અને તેના ગામડાઓ અને તાલુકાઓમાં એટલી અધે વસ્તી વધારો થઈ ચૂક્યો છે કે સુરેન્દ્રનગર શહેરને હવે કેન્સર હોસ્પિટલની પણ તાતી જરૂરિયાત છે ત્યારે સુરેન્દ્રનગર અને તેના તાલુકા મથકોએ કેન્સરના દર્દીઓએ બહારના જિલ્લામાં અને તેના મોટા જિલ્લાઓમાં સારવાર લેવા માટે ફરજિયાત પણે જવું પડે છે ત્યારે પરિવાર પણ પરેશાન થાય છે અને કેન્સર ગ્રસ્ત દર્દી પણ ભારે પરેશાની ભોગવી રહ્યા છે ઓપરેશન કરાવ્યા બાદ તેને ચેક લેવા કે ખીમો કરાવવા માટે પણ જે તારીખ આપે તે તારીખે છે તે ગામે મોટા સિટીમાં જવું પડે છે અને પોતે શારીરિક રીતે તૂટી જાય છે ઓપરેશન કરાવે છે ત્યારે પણ નાણાં ચૂકવવા પડે છે
દવાના નાણા ચૂકવવા પડે છે આ વળી ભાડાનાનાણા પણ ચૂકવવા પડે છે ત્યારે હાલમાં છેલ્લા કેટલાક વર્ષોથી એક જ હતું ભાજપનું શાસન ચાલી રહ્યું છે પરંતુ સુરેન્દ્રનગર શહેરને સારી આરોગ્ય સેવાઓ પૂર્ણ કરી શકવામાં નિષ્ફળ છે ત્યારે કેન્સરના દર્દીઓ ધારાસભ્ય અને સંસદ સભ્ય પાસે કેન્સરની હોસ્પિટલ સુરેન્દ્રનગર શહેરમાં શરૂ થાય અને આજુબાજુના ગામડા અને તેના તાલુકામાં તેનો લાભ કેન્સરના દર્દીઓ લઈ શકે તે માટે ધારાસભ્ય કે સાંસદ સભ્ય આ અંગેની ઉચ્ચતર રજૂઆત કરી અને સુરેન્દ્રનગરમાં કેન્સર હોસ્પિટલ અપાવે તેવી કેન્સર ગ્રસ્તોની માંગણી ઉઠવા પામી છે.