માલવેર હુમલામાં ભારતનો ટોચના ત્રણ દેશોમાં સમાવેશ: માઈક્રોસોફ્ટ
ભારતમાં જ્યારે હાલ ડિજિટલાઈઝેશનને જોરો શોરોથી વેગ આપવાની વાતો ચાલી રહી છે ત્યારે હજુ ભારતે ડિજિટલાઈઝેશનની સાથે સાયબર એટેકેથી બચવા માટે ઘણું કરવાની જરૂરિયાત હોય તેવું લાગી રહ્યું છે. એકતરફ ડિજિટલ ઇન્ડિયા અભિયાન ચાલુ છે ત્યાં બીજી બાજુ માલવેર એટેકેથી પીડાતા ત્રણ ટોચના દેશોમાં ભારતનો પણ સમાવેશ થયો છે જે ખૂબ જ ચિંતાજનક બાબત છે. વિશ્વના ત્રણ દેશો ચાઈના, અમેરિકા અને ભારતના લોકો સૌથી વધુ માલવેર એટેકના શિકાર બની રહ્યા છે તેવી માહિતી માઈક્રોસોફ્ટએ જાહેર કરી છે.
ભારત એવા ટોચના ત્રણ દેશોમાં સામેલ છે જ્યાં 2022 દરમિયાન ઈન્ટરનેટ ઓફ થિંગ્સ (આઈઓટી) ઉપકરણોને માલવેર દ્વારા સૌથી વધુ સાયબર હુમલાઓનો સામનો કરવો પડ્યો હતો. આ દૃષ્ટિએ ચીન પ્રથમ અને અમેરિકા બીજા ક્રમે છે. આઈટી કંપની માઈક્રોસોફ્ટે બુધવારે આ જાણકારી આપી હતી. માઈક્રોસોફ્ટના સંશોધકોએ 2022 દરમિયાન આઈઓટી માલવેર હુમલાઓનું વિશ્લેષણ કરીને જોયું કે ચીનમાં સૌથી વધુ 38 ટકા હુમલા થયા છે. માઈક્રોસોફ્ટ સાયબર સિગ્નલ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે 18 ટકા હુમલા સાથે યુએસ બીજા ક્રમે છે. આ અહેવાલ માઈક્રોસોફ્ટના સંશોધકોએ શોધી કાઢ્યો છે.
ભારત એવા ટોચના ત્રણ દેશોમાં સામેલ છે જ્યાં વર્ષ 2022 દરમિયાન ઈન્ટરનેટ ઓફ થિંગ્સ ઉપકરણોને માલવેર દ્વારા સૌથી વધુ સાયબર હુમલાઓ થયા છે. આ દૃષ્ટિએ ચીન પ્રથમ અને અમેરિકા બીજા ક્રમે છે. આ જાણકારી આઈટી કંપની માઈક્રોસોફ્ટે બુધવારે જાહેર કરી હતી.
માઈક્રોસોફ્ટના સંશોધકોએ 2022 દરમિયાન આઈઓટી માલવેર હુમલાઓનું વિશ્લેષણ કરીને જોયું કે ચીનમાં સૌથી વધુ 38 ટકા માલવેર હુમલા થયા છે. માઈક્રોસોફ્ટ સાયબર સિગ્નલ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે 18 ટકા હુમલા સાથે યુએસ બીજા ક્રમે છે. રિપોર્ટ અનુસાર, માઈક્રોસોફ્ટ સંશોધકોએ શોધી કાઢ્યું છે કે 2022માં આઈઓટી માલવેર હુમલાના સંદર્ભમાં ભારત ટોચના ત્રણ દેશોમાં છે. રિપોર્ટમાં શેર કરવામાં આવેલા ડેટા અનુસાર, આઈઓટી માલવેર હુમલામાં 10 ટકા હિસ્સો ભારતનો છે. એટલે કે વિશ્વભરમાં થતા માલવેર હુમલા પૈકી 10% હુમલામાં ભારતીય લોકોને નિશાન બનાવવામાં આવ્યા છે.