પરીક્ષાની હોલ ટીકીટમાં છબરડા, ૨૦૦૦થી વધુ વિદ્યાર્થીઓને અસર પહોંચે તે પહેલા નવી હોલ ટીકીટ મુકાઈ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આગામી તા.૧૧મીથી ત્રીજા તબકકાની પરીક્ષાનો આરંભ થવા જઈ રહ્યો છે. પરીક્ષાની હોલ ટીકીટ અગાઉથી જ જાહેર કરી દેવામાં આવતી હોય છે પરંતુ હાલ ત્રીજા તબકકાની શ‚ થઈ રહેલી પરીક્ષા બી.એ. અને બી.કોમ સેમેસ્ટર બ્રાહ્ય છાત્રોને પરીક્ષા કાર્યક્રમ તેમજ હોલ ટીકીટમાં છબરડા થયા હોવાનું બહાર આવ્યું છે તો પરીક્ષા કાર્યક્રમ તેમજ હોલ ટીકીટ, બેઠક ક્રમાંક નવેસરથી ડાઉનલોડ કરી લેવા માટે યુનિવર્સિટીના પરીક્ષા વિભાગે તાકીદ કરી છે.યુનિવર્સિટીના કુલપતિ પ્રો.પ્રતાપસિંહ ચૌહાણે વિગત આપતા જણાવ્યું હતું કે, આટર્સના છાત્રોની એક વિષયના બે પેપર પૈકી સાથે એક તારીખે આવી જતા એક વિષયની પરીક્ષાની વિગતો દેખાડી ન હોતી પરંતુ આ બાબતની જાણ થતા કુલપતિએ તપાસ કરાવતા ભુલ નજરે ચડતા કાર્યક્રમમાં તાત્કાલિક ધોરણે ફેરફાર કરવામાં આવ્યા હતા અને આ ભૂલથી અંદાજીત ૨૦૦૦થી પણ વધુ વિદ્યાર્થીઓને અસર પહોંચે તેમ હતી. તુરત જ કાર્યવાહી હાથ ધરીને નવો કાર્યક્રમ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની વેબસાઈટ પર મુકવામાં આવ્યો હતો. જેમાં કાર્યક્રમ, હોલ ટીકીટ અને બેઠક વ્યવસ્થા નવેસરથી મુકવામાં આવી હતી અને વિદ્યાર્થીઓને નવી હોલ ટીકીટ ડાઉનલોડ કરવા માટે તાકીદ કરવામાં આવી છે.આ ઉપરાંત ૭મી નવેમ્બર પહેલાની હોલ ટીકીટને પરીક્ષામાં માન્ય રાખવામાં નહીં આવે તેમજ ૭મી નવેમ્બર બાદ જ ડાઉનલોડ કરેલી હોલ ટીકીટ માન્ય રાખવામાં આવશે. કુલપતિએ જણાવ્યું હતું કે, આ ભૂલની યોગ્ય રીતે ચકાસણી કરીને કાર્યવાહી હાથ ધરવામાં આવશે.વધુમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની મળતી માહિતી મુજબ બીજા તબકકાની પરીક્ષાઓ હાલમાં ચાલી રહી છે ત્યારે ગઈકાલે લેવાયેલી યુનિવર્સિટીની પરીક્ષામાં ત્રણ કોપીકેસ બહાર આવ્યા છે. જેમાં મોરબીમાં બી.કોમ સેમેસ્ટર-૩માં ૨ અને વઢવાણમાં બી.એ. સેમેસ્ટર-૧માં ૧ વિદ્યાર્થી સહિત ત્રણ કોપી કેસના ગુના નોંધાયા છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ કોપી કેસનો શીલશીલો યથાવત છે અને બીજી તરફ વાત કરવામાં આવે તો અવાર-નવાર યુનિવર્સિટીમાં કોઈને કોઈ છબરડા-ભુલો બહાર આવતી હોય છે.