સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સ્નાતક કક્ષાની છઠ્ઠા સેમની અને અનુ સ્નાતક કક્ષાની ચોથા સેમની પરીક્ષા લેવાની બાકી હોય, આ બન્ને પરીક્ષાઓ મહત્વની હોય ત્યારે સ્નાતક કક્ષાએ પાસ થનાર વિદ્યાર્થીઓ બીએસઈ, એમએસસી કરવા માટે ગુજરાતની જુદી જુદી સરકારી અને પ્રાઈવેટ યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવવા માંગતા હોય અને હાલ પ્રવેશ પ્રક્રિયા પણ મોટા ભાગે ચાલુ થઈ ગઈ હોય ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા હજુ ઓનલાઈન પરીક્ષાની કોઈ તૈયારી થઈ નથી જેથી તાત્કાલીક ઓફલાઈન પરીક્ષા યોજવા ગુજરાત સરકાર મંજૂરી આપે તે માટે સૌરાષ્ટ્ર-કચ્છ પ્રદેશ પ્રવકતા ડો.નિદત બારોટે મુખ્યમંત્રીને લેખીતમાં રજૂઆત કરી છે.
ડો.નિદત બારોટે ‘અબતક’ સાથે વાચતીમાં જણાવ્યું કે, હાલમાં જ સૌરાષ્ટ્રમાં જીપીએસસીની 25000 જેટલા વિદ્યાર્થીઓની ઓફલાઈન પરીક્ષા લેવાઈ રહી છે. આ પરીસ્થિતિમાં સૌ.યુનિ. દ્વારા સ્નાતક અને અનુ સ્નાતક કક્ષાએ ઓફલાઈન પરીક્ષા યોજાવી જોઈએ તે ખુબ જરૂરી છે. જેથી મુખ્યમંત્રી વ્યક્તિગત રસ લઈ ઓફલાઈન પરીક્ષા કોવિડ ગાઈડલાઈનને ધ્યાને લઈ 15 વિદ્યાર્થીઓ વર્ગમાં બેસે તે પ્રમાણે પરીક્ષા લેવાની છુટછાટ આપે તે ખુબજ જરૂરી છે. જૂન મહિનાના અંતમાં મંજૂરી આપવામાં આવે તો પણ પરીક્ષા અને પરિણામ આપતા યુનિવર્સિટી લગભગ ઓગષ્ટ મહિનો પૂર્ણ કરે ત્યારે સમગ્ર પરીક્ષાની કાર્યવાહી પૂર્ણ થાય જેથી આ છઠ્ઠા સેમ અને ચોથા સેમની પરીક્ષા ઓફલાઈન યોજવા જ મારી માંગ છે.
બી.એડ-એમ.એડ.માં સીધી ભરતી કરો
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા વર્ષોથી બીએડ અને એમએડમાં મધ્યસ્થ સમીતી મારફતે પ્રવેશની કાર્યવાહી કરવામાં આવે છે. જેનું મુખ્ય કારણ અનુદાનીક બીએડ કોલેજમાં વિદ્યાર્થીઓને પ્રવેશ આપવા બધી કોલેજોમાં જુદી જુદી અરજી ન કરવી પડે તે માટે પ્રવેશની કાર્યવાહી ફક્ત એક જ જગ્યાએથી એક જ અરજીથી થઈ શકે તેવી વ્યવસ્થા હતી. જો કે હવે આ પ્રક્રિયામાં મધ્યસ્થ પ્રવેશ સમીતી દાખલ કરવામાં આવે જે કમીટી રદ કરવા કોંગ્રેસ સેનેટ સભ્ય ડો.નિદત બારોટે માંગ કરી છે.
હાલમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 27 બીએડ કોલેજ છે જેમાં એકપણ ગ્રાન્ટ ઈન એડ કોલેજ નથી. સૌ.યુનિ.માં કુલ 3263 એડમીશન મધ્યમ પ્રવેશ સમીતી મારફત આપવાના થતાં હતા જે પૈકી 1315 એડમીશન મધ્યક્ષ પ્રવેશ સમીતીએ આપ્યા હતા. જ્યારે 2746 એડમીશન કોલેજોને જાતે અપાયા હતા. જે પરથી કહી શકાય કે 40 ટકા પ્રવેશ મધ્યપ પ્રવેશ સમીતી મારફત અને 60 ટકા પ્રવેશ કોલેજોને સીધા આપવા માટે જો બીએડ અને એમએડની પ્રવેશ પ્રક્રિયામાં મધ્યસ્થ પ્રવેશ સમીતી રદ કરી સીધી ભરતી કરવા મારી માંગ છે.