ટેન્ડર મુજબ કામ નહીં થાય તો સિટી ઈજનેરો સામે પગલા લેવાશે: ડામરની ગુણવત્તા ચકાસવા ગમે ત્યારે ચેકિંગ હાથ ધરાશે
શહેરના રાજમાર્ગોને અભિનેત્રીના ગાલ જેવા મુલાયમ બનાવવા માટે મહાપાલિકા દ્વારા ડામર એકશન પ્લાન કામ માટે ‚ા.૩૦ કરોડની માતબર રકમ મંજૂર કરવામાં આવી છે. દરમિયાન ડામરના કામ ચોમાસાની સીઝન પહેલા પુરા કરવા મેયર ડો.જૈમનભાઈ ઉપાધ્યાયે તમામ ઝોનના સિટી ઈજનેરને તાકીદ કરી છે.
આજે પત્રકાર સો વાતચીત કરતા મેયરે વધુમાં જણાવ્યું હતું કે, હાલ શહેરમાં ડામર એકશન પ્લાન શ‚ કરી દેવામાં આવ્યા છે. ત્રણેય ઝોનને અલગ અલગ છ ફેઈઝમાં વેંચી દેવામાં આવ્યા છે અને ડામર કામ માટે ‚ા.૩૦ કરોડનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો છે. હાલ સેન્ટ્રલ ઝોનમાં વોર્ડ નં.૧૭માં ડામર કામ પૂર્ણ ઈ ગયું છે. જયારે વોર્ડ નં.૧૪માં ટૂંક સમયમાં શ‚ શે. વેસ્ટ ઝોનમાં વોર્ડનં.૧૨ અને ૮માં ડામર કામ પૂરું ઈ ગયું છે જયારે વોર્ડ નં.૧,૯ અને ૧૧માં ડામર પૂર્વે જે સફાઈ કરવી પડે તે કાર્યવાહી ચાલી રહી છે. ઈસ્ટ ઝોનમાં વોર્ડ નં.૧૫ અને ૧૮માં ડામર કામ ચાલી રહ્યું છે.