રંગબેરંગી કલર ફૂલ લાઈટીંગ સાથેની વિવિધ રાઈડ્સના નજારા સાથે મેળામાં મનોરંજન માણવા ભારે ભીડ ઉમટી
જામનગર મહા નગરપાલિકા દ્વારા પ્રદર્શન મેદાનમાં શ્રાવણી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં આ વખતે જુદી જુદી રાઈડનો આવિષ્કાર થયો છે. શ્રાવણી મેળા નો લાઇટિંગ સાથે નો ભવ્ય નજારો નિહાળવા અને મેળાનું મનોરંજન માણવા માટે ભારે ભીડ ઉમટી પડી હતી.
જામનગર મહા નગરપાલિકા દ્વારા શ્રાવણી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં આ વખતે અવનવી રાઈડ અને તેમાં લગાવવામાં આવેલી રંગબેરંગી કલર ફૂલ લાઈટ કે જેનો અદભુત નજારો જોવા મળ્યો હતો.
પ્રદર્શન મેદાનના પાછળના ભાગે આવેલા તળાવના પાણીમાં કલરફુલ લાઇટિંગ સાથે ની રાઈડનું પ્રતિબિંબ નિહાળી ને પણ શહેરીજનો ભારે પ્રભાવિત થયા હતા.
મહાનગરપાલિકા દ્વારા આયોજિત શ્રાવણી મેળામાં રાઈડના સંચાલક શબ્બીરભાઈ અખાણી અને તેમની ટીમ દ્વારા આ વખતે નગરજનોને વધુ મનોરંજન પીરસવા માટે વિવિધ પ્રકારની રાઈડ મંગાવવામાં આવી છે. જેમાં ખાસ કરીને રેન્જર નામની રાઈડનો સૌપ્રથમ વખત જામનગરમાં શ્રાવણી મેળામાં આવિષ્કાર કરવામાં આવ્યો છે.
ઉપરાંત 28 સીટ સાથેના ચાર હેવી જોઈન્ટ વ્હીલ કે જેમાં એકી સાથે 112 લોકો બેસી શકે તેવી ભારતમાં બનતા સૌથી મોટા જોઈન્ટ વ્હીલ આયાત કરાયા છે,જેમાં પ્રત્યેક માં ત્રણ હજારથી વધુ કલરફુલ લાઇટો લગાવવામાં આવી છે. તેનો અદભુત લાઇટિંગ સાથેનો ભવ્ય નજારો નગરજનો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે.
તદુપરાંત મારુતિ મોતનો કૂવો, બ્રેક ડાન્સ, ટોરાટોરા, 45 અંશના ખૂણા સુધી આકાશમાં ઝૂલતી નાવડી વગેરે રાઇડ નું પણ મનેરંજન માણવા માટે શહેરીજનો ઉંમટી રહ્યા છે.
ગઈકાલે રક્ષાબંધનના પર્વે જામનગર શહેરના અને આસપાસના વિસ્તારના નાગરિકોએ મેળાનું મનોરંજન મળ્યું હતું, ઉપરાંત પોતાના મોબાઈલ ફોનમાં લાઇટિંગ સાથે નો કલર ફુલ નજારો કેદ કર્યો હતો, અને શહેરભરમાં મેળાના કલરફુલ લાઇટિંગ સાથેના નજારા ની કલીપિંગ સર્વે નાગરિકો ના મોબાઈલ ફોનમાં ફરતી થઈ છે, અને જામનગરની ઉત્સ્વ પ્રેમી જનતા મેળા નું મનોરંજન માણી રહી છે. આગામી જન્માષ્ટમીના તહેવારોમાં પણ હકડેઠઠ જનમેદની મેળામાં ઉમટેલી જોવા મળશે. તેવો આશાવાદ મેળાના ધંધાર્થીઓ સેવી રહ્યા છે.