રેસકોર્સમાં રાજયના સૌથી મોટા વેડીંગ એકિઝબીશનમાં લોકો ઉમટ્યા: આવતીકાલે છેલ્લે દિવસ
રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે રાજયના સૌથી મોટા વેડિંગ એકિઝબીશન અર્બન વિવાહ ગ્રાન્ડ વેડિંગ શોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સાડીમા પીનઅપ કરવાની પીનથી લઇ બ્રાઇડલ મેકઅપની તમામ આઇટમોની વિશાળ શ્રેણી છે. આજે આ એકિઝબીશન અનેક મહીલાઓ આવી પહોંચી હતી. એકિઝબીશન તા. ૧૭ સુધી ચાલશે.
એકિઝબીશનના આયોજક બીના રાઠોડે ‘અબતક’ને જણાવ્યું હતું. રાજકોટમાં ૧૧ વર્ષથી એકઝીબીશનમાં પાર્ટીસીયેટ છું. વિવા એકઝીબીશન એક અમારુ એવું વેન્ચર છે. જે અમે વર્ષમાં એક જ વખત કરીએ છીએ રાજકોટની પબ્લીકને નવું આપવું એ ફેશન મંત્રાની થીમ હોય છે.
પરંતુ અર્બન વિવાહમાં અત્રે ૨૦૦ થીવધુ પ્લેટફોમ હોય છે. અને એક એક સ્ટોલ યુનિક છે દિલ્હી, જયપુર, કલકતા, બેગ્લોર, પાકિસ્તાન બધા સ્થળના પ્લેસ છે. મેઇન પર્યઝ એ છે કે વેડિંગને લગતી તમામ વસ્તુઓ તમને એક જ સ્થળ પરથી મળી રહે છે. ૧,૦૦,૦૦૦ થીવધુ વેરાવટીઓ છે. સાડીમાં પીનઅપ કરવાની પીનથી લઇ બ્રાઇડલ મેકઅપની તમામ વસ્તુઓ આ વિવા એકઝીબીશનમાં ઉપલબ્ધ છે.
અનિષ ઠેબાએ જણાવ્યું હતું કે અમે પ્રથમ વખત પાર્ટીસીયેટ કર્યુ છે જેઓને એકઝીબીશનના પ્રથમ દિવસે કસ્ટમરનો રિસ્પોન્સ સારો જોવા મળ્યો હતો. અમે પ્રથમ વખત એકીઝીબીશનમાં સ્ટોલ કર્યો છે.
અર્ચના મકવાણા ગુપ્તા અર્ચના ફેશન હાઉસ એન્ડ બ્રાન્ડ નેઇમ છે. અને એ પોતે બરોડાના છે જેઓએ રાજકોટમાં પ્રથમ એકઝીબીશનમાં પાર્ટીસીયેટ લઇ રહ્યા છે. વિવાહ એકઝીબીશનમાં મેનેજમેન્ટ ખુબ સારું છે. ફુડ ફોલ એનજી હાઇલેવલ ફેશન બ્રાન્ડ છે. ડ્રેપ ડ્રેસીસ ને ઇન્ડિયન ડ્રેસ સાથે મર્જ કરી ફયુઝન લઇ આવ્યા છે.
ચણિયાચોળી વખણાય છે. બ્રાઇડલમાં પરંતુ અર્ચના મકવાણા ગુપ્તા ઇન્ડોવેસ્ટર્નમાં નવું લઇને આવ્યા છે ડ્રેપ જે વેસ્ટર્ન કટસ છે એમને એબ્રોડરી સાથે મર્જ કરીને લાવી છું. હાલમાં ડ્રેપ ડ્રેસીસનો ખુબ જ ટેન્ડ જોવા મળી રહ્યો છે.
જયપુરના અમિતાએ કહ્યું હતું કે ટ્રેડિશ્નલમાં ગોટાથી લઇ થાલ કવર, જોકી કવર અને ગોટાને લગતી તમામ વેરાવટીઓ અહીં છે. રાજકોટના લોકોનો ખુબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. આ ત્રિદિવસીય એકઝીબીશનમાં ખુબ સારો રિસપોન્સ મળશે એવું લાગી રહ્યું છે.