કપરા કાળમાં પણ ગુજરાતે રોજગારી પુરી પાડી!
વર્ષ 2021ના પ્રથમ ક્વાર્ટરમાં ગુજરાતમાં બેરોજગારી દર 3.8% સાથે તળિયે પહોંચ્યો
અબતક, અમદાવાદ
દેશના 11 રાજ્યોમાં કોરોના મહમારીના કપરાકાળમાં પણ રોજગારી દર વધ્યો છે. ત્યારે મોટી વાત એ છે કે, આ 11 રાજ્યોમાં ગુજરાતનો પણ સમાવેશ થાય છે. વર્ષ 2021ના પ્રથમ ક્વાર્ટરમાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના કાર્યકાળમાં ગુજરાતમાં બેરોજગારી દર સૌથી નીચો રહ્યો છે. દેશભરમાં આ સમયગાળા દરમિયાન ગુજરાતમાં સૌથી નીચો બેરોજગારી દર રહ્યો જ્યારે શહેરી રોજગારીમાં ગુજરાત સૌથી અગ્રેસર રહ્યું છે.
11 રાજ્યોમાં તમામ વય જૂથોમાં શહેરી બેરોજગારીનો દર બે આંકડામાં રહ્યો છે 15 થી 29 વર્ષના યુવાનોમાં વર્ષ 2020માં સરેરાશ એકંદર બેરોજગારી જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટરમાં 22.9% % સુધી પહોંચી ગયો હતો.
જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખના સંયુક્ત કેન્દ્રશાસિત પ્રદેશોમાં આ ક્વાર્ટરમાં બેરોજગારીનો દર 17.6% હતો, જે અગાઉના ઑક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટરમાં નોંધાયેલા 17.8% કરતા ઓછો છે, પરંતુ 2020ના માર્ચ ક્વાર્ટરના 10.8% આંકડા કરતાં વધુ છે. મંગળવારના રોજ બહાર પાડવામાં આવેલ પીરીયોડિક લેબર ફોર્સ સર્વેના ત્રિમાસિક બુલેટિનમાં આ આંકડા પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે. તે પછી ઉત્તરાખંડ, કેરળ, ઓડિશા, રાજસ્થાન, મહારાષ્ટ્ર, છત્તીસગઢ, ઝારખંડ, તમિલનાડુ, ઉત્તર પ્રદેશ અને હરિયાણાનો નંબર આવે છે.
માર્ચ 2021 ક્વાર્ટરમાં ગુજરાતમાં સૌથી ઓછો શહેરી બેરોજગારી દર 3.8% હતો, ત્યારબાદ પશ્ચિમ બંગાળ 4.8 % સાથે આવે છે. ઓછામાં ઓછા 13 રાજ્યોમાં તમામ વય વર્ગોમાં મહિલાઓ માટે બે-અંકનો શહેરી બેરોજગારી દર નોંધવામાં આવ્યો છે, જ્યારે 11 રાજ્યોમાં પુરુષો માટે સમાન દર નોંધવામાં આવ્યો છે.
2020-21 ના જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટરમાં શહેરી વિસ્તારોમાં એકંદર બેરોજગારીનો દર 9.4% હતો, જે અગાઉના ઑક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટરના 10.3% કરતા ઓછો હતો. પ્રસિદ્ધ કરાયેલા આંકડા દર્શાવે છે કે છેલ્લા ત્રણ ક્વાર્ટરમાં બે આંકડામાં રહ્યા બાદ દર ઠંડો પડ્યો છે.