સ્માર્ટ સિટી, મિશન અટલ સરોવર ડેવલપમેન્ટ, અમૃત મિશન યોજના, સ્વર્ણિમ જયંતિ યોજના સહિતના અલગ-અલગ પ્રોજેક્ટ્સનું પ્રેઝન્ટેશન નિહાળી જરૂરી સૂચનાઓ આપી
રાજ્ય સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગના અગ્ર સચિવ અશ્વિની કુમાર આજે રાજકોટની મુલાકાતે આવ્યા હતા. તેઓએ કોર્પોરેશનની સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે એક બેઠક યોજી હતી. જેમાં કોર્પોરેશનના વિવિધ પ્રોજેક્ટ્સની સમિક્ષા કરી જરૂરી સૂચનાઓ આપી હતી.
આ બેઠકમાં સ્માર્ટ સિટી મિશન, અટલ સરોવર ડેવલપમેન્ટ, અમૃત મિશન યોજના, સ્વર્ણિમ જયંતિ યોજના, એનયુએએમ સ્કીમ, રાજકોટ રાજપથ લી., એનજીટી પ્રોગ્રેસ, ગતિશક્તિ પ્રોજેક્ટ, અર્બન ગ્રીન પ્રોજેક્ટ, ગુજરાત હાઉસીંગ બોર્ડ, સ્વચ્છ ભારત મિશન પ્રોજેક્ટ, ટી.પી.સ્કીમ, પ્રિ-મોન્સુન કામગીરી અને પ્લાનિંગ, રાજકોટ રિંગ રોડ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ વિગેરે પ્રોજેક્ટ અંગેનું પ્રેઝેન્ટેશન નિહાળી કામગીરી અંગે ચર્ચા કરવામાં આવી હતી.
કોર્પોરશનના મહેમાન બનેલા શહેરી વિકાસ વિભાગના અગ્ર સચિવ અશ્વિનીકુમારનું મ્યુનિ.કમિશનર આનંદ પટેલે અને કમિશનર ઓફ મ્યુનિસિપાલીટીસ એડમિનિસ્ટ્રેશન રાજકુમાર બેનીવાલનું નાયબ મ્યુનિ.કમિશનર અનિલ ધામેલિયા દ્વારા પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું.
શહેરી વિકાસ વિભાગના અગ્ર સચિવ અશ્વિની કુમારની સમિક્ષા બેઠકમાં કમિશનર ઓફ મ્યુનિસિપાલીટીસ એડમિનિસ્ટ્રેશન રાજકુમાર બેનીવાલ, હાઉસિંગ અને નિર્મલ ગુજરાત વિભાગના સેક્રેટરી આર. જી. ગોહિલ, કમિશનર ઓફ ગુજરાત હાઉસિંગ બોર્ડ આર. એસ. નીનામા, સીટીપીઓ ટીપી અને વીડી ડી. જે. જાડેજા, ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના બી.બી.વાહોનિયા, મિશન ડિરેક્ટર એસબીએમ અને એનયુએલએમ ભવ્ય વેરમા, ડેપ્યૂટી સેક્રેટરી પ્રોજેક્ટ યુડીડીના સાલીની દુહાન, યુડીડીના જોઇન્ટ સેક્રેટરી આનંદ ઝીન્ઝાલા, ડેપ્યૂટી સેક્રેટરી બજેટ બી. એસ. મિસ્ત્રી અને યુડીડીના એડવાઇઝર વી. એલ. અનડકટ સહિતના ગાંધીનગરથી આવેલા અધિકારીઓ ઉ5સ્થિત રહ્યા હતા.