એક્સપોર્ટનો ઓર્ડર ધરાવતા હોય તેવા ઉદ્યોગો કે જે શહેરમાં આવતા હોય પરંતુ કન્ટેન્મેન્ટ વિસ્તારની બહાર હોય તેવા ઉદ્યોગોને 25 એપ્રિલથી ચાલુ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, આ માતે તમામ જિલ્લાના કલેક્ટરને અરજી કરવાની રહેશે, તેમ મુખ્યમંત્રીના સચિવ અશ્વિની કુમારે જણાવ્યું છે.
કોરોના વાઇરસની જો વાત કરવામાં આવે તો, સુરત શહેરમાં કોરોના વાઇરસના વધુ 30 કેસ નોંધાયા,સુરત શહેર અને જિલ્લા મળીને કુલ કેસ 445ગુજરાતમાં કોરોના વાઇરસના નવા 152 પોઝિટિવ કેસ સાથે કુલ 2559 દર્દી નોંધાયા છે.
152 કેસમાં સૌથી વધુ અમદાવાદના 94, સુરતમાં 30, વડોદરામાં 14, આણંદમાં 3, બનાસકાંઠામાં 2, ગાંધીનગરમાં 2, અરવલ્લી, ભાવનગર, બોટાદ, છોટાઉદેપુર, નર્મદા, પંચમહાલ અને વલસાડમાં 1-1 કેસ સામે આવ્યા છે.