ઉમળકાભેર લોકો જોડાયા: એકતા અને અખંડિતતાના શપથ લીધા
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નં.૧૩ તા વોર્ડ નં.૧૪માં એકતા રયાત્રા યોજાઈ હતી. ભાવાંજલિ સો એકતા રયાત્રાનો પ્રારંભ મેયર બિનાબેન આચાર્યના વરદ હસ્તે કરાયો હતો. આ પ્રસંગે પુર્વ મેયર ડો. જૈમનભાઈ ઉપાધ્યાય, ધારાસભ્ય અરવિંદભાઈ રૈયાણી, ગોવિંદભાઈ પટેલ, લાખાભાઈ સાગઠીયા, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, ડેપ્યુટી મેયર અશ્વિનભાઈ મોલિયા, પુર્વ પ્રમુખ નીતિનભાઈ ભારદ્વાજ, પુર્વ ડેપ્યુટી મેયર નરેન્દ્રભાઈ સોલંકી, શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, શહેર ભાજપ મહામંત્રી કિશોરભાઈ રાઠોડ, દેવાંગભાઈ માંકડ, જીતુભાઈ કોઠારી, હાઉસિંગ કમિટી ચેરમેન જયાબેન ડાંગર, સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન આશિષભાઈ વાગડિયા, કોર્પોરેટર વર્ષાબેન રાણપરા, કિરણબેન સોરઠીયા, પુર્વ કોર્પોરેટર હરિભાઈ ડાંગર, રાજુભાઈ બોરીચા, કાંતીભાઈ ઘેટિયા, નીતિનભાઈ રામાણી, વોર્ડ નં.૧૩ના પ્રમુખ હસુભાઈ ચોવટિયા, મહામંત્રી સંજયસિંહ વાઘેલા, યોગેશભાઈ ભુવા, તેમજ શહેર ભાજપ ઉપપ્રમુખ પ્રફુલભાઈ કારોટીયા, તેમજ માયાણી ચોકની ગરબી મંડળ દ્વારા રાસ ગરબાનો આયોજન કરવામાં આવેલ તેમજ વિવિધ સમાજના આગેવાનો ઉપસ્તિ રહેલ હતા. વોર્ડ નં.૧૪ પ્રમુખ અનીશભાઈ જોષી, મહામંત્રી નરેન્દ્રભાઈ કુબાવત, પવનભાઈ સુતરીયા, પ્રમુખ બક્ષીપંચ મોરચો નિલેશભાઈ જલુ, વિગેરે બહોળી સંખ્યામાં ઉપસ્તિ રહ્યા હતા.
એકતા રયાત્રા માયાણી ચોક, ફાયરબ્રીગેડ, મવડી રોડ, આનંદ બંગલા ચોક, કૃષ્ણનગર મેઈન રોડ, સ્વામિનારાયણ ચોક, રામજી મંદિર રામનગર, પી.ડી. માલવીયા ફાટક, ગોપાલનગર મેઈન રોડ, જીવરાજ હોસ્પિટલ, જલારામ ચોક, વાણીયાવાડી મેઈન રોડ, ભક્તિનગર સર્કલ, વૃંદાવન ડેરી, વિપુલ પાન, ગુંદાવાડી પોલીસ ચોકી, કેવડાવાડી મેઈન રોડ, પવનપુત્ર ચોક, તા લત્તાવાસીઓ દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલને ભાવાંજલિ અર્પિત કરી રયાત્રાની સ્વાગત કરવામાં આવેલ.