આર્જન્ટીનાની ક્રોએશીયા સામેની હાર બાદ સ્ટેડિયમથી બહાર નીકળતા પ્રેક્ષકોની આંખમાં આંસુ
ફીફા ફૂટબોલ વર્લ્ડ કપમાં દર વખતે રોમાંચક ઘટનાઓ બનતી હોય છે ત્યારે આ વખતે આર્જન્ટીના કવોટર ફાઈનલમાંથી નીકળી જાય તેવી ભીતિ છે. મેસીનું વર્લ્ડ કપનું સપનું સપનું જ રહી જાય તેવું બની શકે છે. ગૂરૂવારે ક્રોએશિયા સામેની મેચમાં આર્જન્ટીના ૦-૩થી હાર્યું હતુ. ગ્રુપ ડીની મેચની જીત બાદ ક્રોએશિયા નોટઆઉટમાં દાખલ થયું છે. જોકે બે વખત વર્લ્ડ ચેમ્પીયન બનેલા આર્જન્ટીના પર સંકટના વાદળો છવાઈ રહ્યા છે.
ક્રોએશીયા તરફથી રેબિચ, લુકા, મોડ્રિચ અને ઈવાન રાકીટીકે ગોલ કર્યા હતા. મેસીની કેપ્ટન્સી ધરાવતી ટીમ આર્જન્ટીનાને ઘણી આશા હતી. પરંતુ હવે પ્રયત્ન નિષ્ફળ જવાની ભીતી સેવાઈ રહી છે. ગ્રુપ ડીની સફળતાથી કહી શકાય કે આર્જન્ટીના પાસે હવે બે મેચોમાંથી એક જ પોઈન્ટ છે. મતલબ આર્જન્ટીનાએ હવે કવોટર ફાઈનલમાં પહોચવા માટે નાઈજીરીયાને હરાવવું જ પડશે મેચના પરિણામો બાદ નીઝની નોવગોરોડ સ્ટેડિયમની બહાર નીકળતા પ્રેક્ષકોની આંખોમાંથી આંસુ સરી પડયા હતા.
ત્યારે ડાઈગો મેરોડાના સ્તબ્ધ થઈને જોતા રહ્યા. ક્રોએશીયાએ આર્જન્ટીનાના ગોલક્પીર વીલી કબાલેરોની પાસેથી ૫૩ મીનીટમાં જ લીડ મેળવી લીધી હતી. મેચના પરિણામો બાદ તમામ લોકોનું ધ્યાન ૩-૦ની હાર અને લિયોનેલ મેસી પર હતુ પરંતુ તે ક્રોએશીયાના સારા પર્ફોમન્સથી જ શકય બન્યું હતુ જોકેમેસી વિશ્ર્વનો સૌથી સારો ખેલાડી છે. તે વાતમાં શંકાને સ્થાન નથી પરંતુ ૩૦ વર્ષિય ખેલાડીના વર્લ્ડ કપના સ્વપ્નને સાકાર કરવા તેણે હવે નાઈજીરીયાને હરાવવું પડશે.