કોરોનાના કારણે પેટા ચૂંટણી શકય ન હોય ઠાકરેની ખુરશી બચાવવા રાજયપાલ કવોટામાંથી વિધાનસભ્ય તરીકે નિમણુંક આપવાનો રાજય કેબિનેટનો ઠરાવ: રાજયપાલે આ ઠરાવ પર નિર્ણય ન લેતા રાજય કેબિનેટે ફરીથી ઠરાવ કર્યો
દેશની રાજકીય સામાજિક, આર્થિક, ધાર્મિક ચળવળનું કેન્દ્ર રહેલા મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉધ્ધવ ઠાકરેની ખુરશી હવે ડગમગવા લાગી છે. ગત વર્ષે યોજાયેલી મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ સાથે શિવસેના સમજૂતિ કરી હતી જેમાં આ ગઠબંધનને સ્પષ્ટ બહુમતી મળી હોવા છતાં શિવસેના સુપ્રીમો ઉધ્ધવ ઠાકરેના મુખ્યમંત્રીપદ માટેના મોહાંધથ બંને પક્ષો વચ્ચે વિવાદ સજાર્યો હતો જે બાદ, લાંબા સમય સુધી ચાલેલા રાજકીય નાટક પછી ઉધ્ધવ ઠાકરે એનસીપી અને કોંગ્રેસના ટેકાથી મહાવિકાસ અધાડી બનાવીનેવગર ચૂંટાયે મુખ્યમંત્રીપદની ખૂરશી પર કબ્જો મેળવ્યો હતો. મુખ્યમંત્રી બન્યા બા ઠાકરેને છ માસમાં ચૂંટાવવુ જરૂરી છે વર્તમાનની કોરોના વાયરસની સ્થિતિના કારણે ચૂંટણી યોજવી શકય ન હોય ઉધ્ધવની મુખ્યમંત્રી પદની ખૂરશી ડગમગી જવા પામી છે.
શિવસેના, એનસીપી અને કોંગ્રેસના ટેકાથી બનેલા મહાવિકાસ અઘાડીના નેતા ઉધ્ધ ઠાકરેએ વગર ચૂંટાયે ગત ૨૮મી નવેમ્બરે મુખ્યમંત્રીપદના શપથ લીધા હતા બંધારણીય જોગવાઈ મુજબ ઠાકરેને આગામી ૨૮મીમે પહેલા ધારાસભ્યપદે ચૂંટાવવું જરૂરી છે. પરંતુ દેશભરમાં ફેલાયેલા કોરોનાનાવાયરસના સંક્રમણ અને લોકડાઉનની સ્થિતિના કારણે હાલમાં વિધાનસભાની પેટા ચૂંટણી યોજવી શકય નથી જેથી મહાવિકાસ અઘાડીએ વચલો રસ્તો કાઢીને ઉધ્ધવ ઠાકરેને રાજયપાલના કવોટામાંથી વિધાનસભ્ય બનાવવાનો નિર્ણય કર્યો હતો જે માટે મહારાષ્ટ્ર સરકારની કેબિનેટે ગત ૯મી એપ્રિલે ઠરાવ કરીને ઉધ્ધવને રાજયપાલના કવોટામાંથી વિધાનસભ્ય તરીકે નિમણુંક કરવા ઠરાવ કર્યો હતો. પરંતુ રાજયપાલ ભગતસિંહ કોશીયારીએ કેબિનેટની આ ભલામણ અંગે કોઈ નિર્ણય લીધો નહતો.
ઉધ્ધવ ઠાકરેની ચૂંટાવવા માટેની આખરી તારીખ ૨૮મી મે નજીક આવી રહી હોય અને રાજયપાલ કોશીયારી આ મુદે કોઈ નિર્ણય ન લેતા ઠાકરેની ખૂરશી ડગમગવા લાગીહતી ઠાકરેને મુખ્યમંત્રીપદ છોડવું પડે તેવી સ્થિતિ ઉભી થવા પામી છે. જેથી ગઈકાલે મહારાષ્ટ્ર રાજય કેબિનેટે ફરીથી ઠરાવ કરીને ઉધ્ધવ ઠાકરેને રાજયપાલના કવોટામાંથી વિધાનસભ્ય તરીકે નિમણુંક આપવા ભલામણ કરી હતી રાજય કેબિનેટનાં આ ઠરાવને લઈને મહા વિકાસ અઘાડી જૂના આગેવાનોનું એક પ્રતિનિધિ મંડળ નાયબ મુખ્યમંત્રી અજીત પવારની આગેવાનીમાં રાજયપાલ કોશીયારીને મળ્યું હતુ આ પ્રતિનિધિ મંડળે આ મુદે રાજયપાલને ઝડપથી નિર્ણય લેવા વિનંતી કરી હતી આ પ્રતિનિધિ મંડળમાં જોડાયેલા એક વરિષ્ટ મંત્રીએ જણાવ્યુંં હતુ કે રાજય કેબિનેટનો ઠાકરેને રાજયપાલ કવોટામાંથી વિધાનસભ્ય તરીકે નિમણુંક કરવાનો નિર્ણય કાયદાકીય જોગવાઈ મુજબનો છે અને રાજયપાલ કેબિનેટની ભલામણને માનવા કાયદાથી બંધાયેલા છે. જોકે, રાજયપાલે આ મુદે એક અઠવાડીયામાં નિર્ણય લેવાની ખાતરી આપી હોવાનું આ મંત્રીએ ઉમેર્યું હતું.
ઉધ્ધવે વડાપ્રધાન મોદીને ફોન કરીને પોતાની ખુરશી બચાવવા મદદ માંગી
મહારાષ્ટ્રમાં વગર ચૂંટાયે મુખ્યમંત્રી બનેલા ઉધ્ધવ ઠાકરેને આગામી ૨૮મી મે પહેલા વિધાનસભ્ય તરીકે ચૂંટાવવું કાયદાકીય રીતે જરૂરી છે. જો તેઓ આ સમય મર્યાદા પહેલા વિધાનસભ્ય તરીકે ચૂંટાઈ ન શકે તો તેમને મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપવું પડે તેમ છે. આ મુદે રાજય કેબિનેટની ભલામણ પર રાજયપાલ કોશીયારીએ કોઈ નિર્ણય લીધો નથી જેથી પોતાની ખુરશી બચાવવા ઉધ્ધવ ઠાકરે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને ફોન કરીને આ મુદે થઈ રહેલા વિલંબથી રાજયમાં રાજકીય અસ્થિરતા સર્જાશે એક તરફ મહારાષ્ટ્રમાં કોરોના વાયરસનો કહેર ફેલાયેલા છે. ત્યારે આ રાજકીય અસ્થિરતાથી કોરોના સામેની લડાઈ પર માઠી અસર પડશે. વડાપ્રધાન મોદીએ ઠાકરેને આશ્ર્વાસન આપીને આ મુદે તુરંત નિર્ણય લેવાશે તેમ જણાવ્યું હતુ.