પેપરને જિલ્લા કલેકટર કચેરીના સ્ટ્રોંગ‚મમાં મુકાયા: ૧૦ દિવ્યાંગો માટે અલગ કેન્દ્ર, દિવ્યાંગોને પેપર માટે ૪૦ મિનિટનો સમય વધારે અપાશે
શહેરના ૧૩ કેન્દ્રો ખાતે આગામી રવિવારના રોજ યુપીએસસીની પરીક્ષા યોજાનાર છે. હાલ આ પરીક્ષાના પેપર જિલ્લા કલેકટર કચેરીના સ્ટ્રોંગ‚મમાં રાખવામાં આવ્યા છે. આ સાથે ૧૦ દિવ્યાંગો પણ પરીક્ષા આપનાર છે. જેના માટે અલગ કેન્દ્ર ઉભુ કરવામાં આવશે. આ દિવ્યાંગોને પેપર માટે ૪૦ મીનીટનો વધારે સમય પણ આપવામાં આવનાર છે.
યુપીએસસીની પરીક્ષા આગામી રવિવારના રોજ લેવામાં આવનાર છે. જેના માટે શહેરમાં ૧૩ કેન્દ્રો નકકી કરવામાં આવ્યા છે. આ પરીક્ષામાં દરેક નાયબ કલેકટરને પણ સુપર વિઝનની જવાબદારી સોંપવામાં આવી છે. દરેક પરીક્ષાખંડમાં કુલ બે સુપરવાઈઝર હશે જેમાંથી એક સુપરવાઈઝરની નિમણૂંક કેન્દ્ર સંચાલક કરશે જયારે બીજા સુપર વાઈઝરની નિમણૂંક વહીવટી તંત્ર દ્વારા કરવામા આવનાર છે. હાલ આ પરીક્ષાના પેપર આવી ગયા છે જેને જિલ્લા કલેકટર કચેરીના સ્ટ્રોંગ‚મમાં રાખવામાં આવ્યા છે.
પરીક્ષાનો સમય સવારે ૯:૩૦ થી ૧૨:૩૦ અને ત્યારબાદ ૨:૩૦ થી ૪:૩૦ સુધીનો રહેશે. રાજકોટમાં કુલ ૧૦ દિવ્યાંગ ઉમેદવારો ઉપીએસસીની પરીક્ષા આપનાર છે. તેઓના માટે યુનિવર્સિટીના ક્ધવેનશન બિલ્ડીંગ ખાતે અલાયદુ કેન્દ્ર ઉભુ કરવામાં આવ્યું છે. આ કેન્દ્રમાં એક પરીક્ષા ખંડમાં માત્ર ૫ દિવ્યાંગ વિદ્યાર્થીઓને બેસાડવામાં આવશે. આ ઉપરાંત દિવ્યાંગ વિદ્યાર્થીઓને ૪૦ મીનીટ વધારાની ફાળવવામાં આવનાર છે.
આ અંગે અધિક જિલ્લા કલેકટર પરિમલ પંડયાએ જણાવ્યું કે, રાજકોટમાં ૧૩ કેન્દ્રો ઉપર ૩૮૧૬ ઉમેદવારો પરીક્ષા આપવાના છે. જેના માટે તંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરવામાં આવી રહી છે. વધુમાં તેઓએ ઉમેદવારોને અનુરોધ કરતા જણાવ્યું હતું કે, દરેક ઉમેદવારોએ યુપીએસસી દ્વારા ઈસ્યુ થયેલા આઈડી સાથે અન્ય કોઈપણ એક આઈડી સાથે ફરજીયાતપણે રાખવાનું રહેશે.