3636 ઉમેદવાર આપશે પરીક્ષા, દરેક કેન્દ્ર ઉપર વર્ગ 2 કક્ષાના અધિકારી રહેશે: કલેકટર કચેરી ખાતે હથિયારધારી જવાનના બંદોબસ્ત સાથે પેપર રખાયા
રાજકોટના 14 કેન્દ્રો ઉપર રવિવારે યુપીએસસીની સિવિલ સર્વિસીસની પ્રિલીમનરી પરીક્ષા લેવામાં આવનાર છે. જેમાં કલેકટર કચેરી ખાતે હથિયારધારી જવાનના બંદોબસ્ત સાથે પેપર રાખવામાં આવ્યા છે.
યુપીએસસી દ્વારા લેવામાં આવનાર સિવિલ સર્વિસીસ પ્રિલીમનરી પરીક્ષા તા.28ના રોજ સવારે 9:30 થી 11:30 તથા 2:30થી 4:30 દરમિયાન યોજાનાર છે. આ પરીક્ષા 14 કેન્દ્રો ઉપર યોજાનાર છે. જેમાં 3636 ઉમેદવાર આ પરીક્ષા આપવાના છે. દરેક કેન્દ્ર ઉપર વર્ગ 2 કક્ષાના અધિકારીની ઈન્સ્પેકટિંગ ઓફિસર તથા મદદનીશ સુપરવાઈઝર તરીકે નિમણુંક કરવામાં આવી છે. હાલ આ પરીક્ષાના પેપર કલેકટર કચેરીના સ્ટ્રોંગ રૂમમાં સુરક્ષિત રીતે રાખી દેવામાં આવ્યા છે. આ રૂમ બહાર હથિયારધારી એક જવાનનો પહેરો પણ રાખવામાં આવ્યો છે.