બુધવારે યુપીએસસી સિવિલ સર્વિસની 2020ની પરીક્ષાના ઈન્ટરવ્યુનું ટાઈમ ટેબલ જાહેર કરવામાં આવ્યું છે. કોરોનાની મહામારીના કારણે પહેલા ઈન્ટરવ્યુ મોકુફ રાખવામાં આવ્યા હતા. યુપીએસસી દ્વારા આ ઈન્ટરવ્યુનું નવું ટાઈમ ટેબલ યુપીએસસીની વેબસાઈટ પર જાહેર કરવામાં આવ્યું છે. નવા સમયપત્ર મુજબ આ ઈન્ટરવ્યુની શરૂઆત 2 ઓગષ્ટથી 22 સપ્ટેમ્બર સુધી ચાલશે.
કોરોનાની મહામારીના કારણે અગાઉ ઈન્ટરવ્યુ મોકુફ રાખવામાં આવ્યા હતા: 2 ઓગષ્ટથી 22 સપ્ટેમ્બર સુધી ઈન્ટરવ્યુની પ્રક્રિયા ચાલશે
યુપીએસસીએ તેની વેબસાઈટ પર ઉમેદવારોના સીરીયલ નંબર, રોલ નંબર, તારીખ અને સમયની માહિતી અપલોડ કરી છે. નોટિસમાં જણાવ્યા મુજબ સિવિલ સર્વિસીસ પરીક્ષા 23 માર્ચ 2021ના રોજ જાહેર કરેલી પરીક્ષા ગત સિવિલ સર્વિસીસ 2020ની પરીક્ષાના પરિણામના આધારે 26 એપ્રીલ 2021ના કરવામાં આવેલા ઈન્ટરવ્યુ પર નિર્ણય કરવામાં આવ્યો હતો. જો કે, કોરોનાની મહામારીના કારણે ત્યારે આ ઈન્ટરવ્યુ યોજાઈ શકયા નહોતા અને આ ઈન્ટરવ્યુની નવી તારીખો જાહેર કરવામાં આવી છે.
સૌથી પહેલા ઉમેદવારોએ યુપીએસસીની વેબસાઈટ પર જઈને નવા શેડયુલ પર ક્લીક કરવાનું રહેશે. ત્યારબાદ યુપીએસસી આઈએએસ ઈન્ટરવ્યુનું ટાઈમ ટેબલ સ્ક્રીન પર નજર આવશે ત્યારબાદ કંટ્રોલ એફ દબાવીને ઉમેદવારો તેનો રોલ નંબર સર્ચ કરવાનો રહેશે. ત્યારબાદ ઉમેદવાર પોતાના ઈન્ટરવ્યુની તારીખ જાણી શકશે અને તે પોતાના વેરીફીકેશન માટે પીડીએફ પણ ડાઉનલોડ કરી શકશે.