ડેમનો એક દરવાજો ૩ ઈંચ સુધી ખુલો: ભાદર ડેમમાં પણ ૦.૧૦ ફૂટ પાણીની આવક
ઉપલેટા અને ભાયાવદર સહિત ૧૭ ગામોને પીવાનું અને સિંચાઈનું પાણી પૂરું પાડતો મોજ ડેમ ઓવરફલો થઈ જતાં લોકોમાં ખુશાલી વ્યાપી જવા પામી છે. ગઈકાલે બપોરબાદ ડેમ ઓવરફલો તાં ૧ દરવાજો ૩ ઈંચ સુધી ખોલવામાં આવ્યો હતો પાણીની આવક હજુ ચાલુ હોય દરવાજો આજે સવારે પણ ખુલો રાખવામાં આવ્યો છે. કાંઠા વિસ્તારના ૭ ગામોને એલર્ટ રહેવા તાકીદ કરવામાં આવી છે.
છેલ્લા ચાર દિવસી મેઘરાજાની સંપૂર્ણપર્ણે વિરામ લીધો છે પરંતુ છલકાતા નદી-નાળામાંથી સતત પાણીની આવક ચાલુ હોવાના કારણે ૪૪ ફૂટની ઉંડાઈ ધરાવતો ઉપલેટાનો મોજ ડેમ ગઈકાલે બપોરે ઓવરફલો ઈ ગયો હતો. ડેમના ૨૭ પૈકી ૧ દરવાજો ૩ ઈંચ સુધી ખોલવામાં આવ્યો છે. હાલ ડેમમાં ૬૧ કયુસેક પાણીની આવક છે. જેની સામે ૬૧ કયુસેક પાણીની જાવક ઈ રહી છે. ડેમ ઓવરફલો તાં ઉપલેટા અને ભાયાવદર સહિતના ૨૭ ગામોનો પીવાનો પાણીનો અને સિંચાઈનો પ્રશ્ર્ન ઉકેલાઈ ગયો છે. ગઈકાલે સાંજે ડેમ સાઈટ પર લોકો ઉમટી પડયા હતા. ડેમ ઓવરફલો તાં હેઠવાસના ૭ ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે.
આ ઉપરાંત છેલ્લા ૨૪ કલાક દરમિયાન ભાદર ડેમમાં ૦.૧૦ ફૂટની આવક વા પામી છે. ૩૪ ફૂટે ઓવરફલો તાં ભાદરની સપાટી હાલ ૩૨.૯૦ ફૂટે પહોંચી જવા પામી છે અને ડેમ ઓવરફલો વામાં માત્ર ૧.૧૦ ફૂટ બાકી રહ્યો છે. ભાદર ડેમમાં હાલ ૬૧૩૫ કયુસેક પાણી સંગ્રહિત છે.