આગેવાનોએ ધારાસભ્ય લલિત વસોયાની વરણીને આવકારી અભિનંદન પાઠવ્યા
ગુજરાત રાજય સરકારમાં અતિમહત્વનું ગણાતું શિક્ષણ વિભાગ હસ્તકનું ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડમાં ઉપલેટા-ધોરાજી વિસ્તારના ધારાસભ્ય બિનહરીફ ચુંટાઈ આવતા આગેવાનોએ આવકારી અભિનંદન આપેલ હતા. ગુજરાત સહકાર હસ્તક ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગ્રાન્ટેડ સ્કૂલો તેમજ ખાનગી માધ્યમિક શાળા માટ અતિ મહત્વની કહેવાતી માધ્યમિક શિક્ષણ બોર્ડની યોજાયેલી ચુંટણીમાં ધોરાજી-ઉપલેટા વિસ્તારના યુવાન ધારાસભ્ય લલિતભાઈ વસોયા બિનહરીફ ચુંટાઈ આવેલ છે. આ માધ્યમિક બોર્ડમાં ચુંટાઈ આવેલા સભ્યો દ્વારા માધ્યમિક શિક્ષણમાં નીતિ-નિયમોમાં સુધારા-વધારા કરવા ખાનગી શાળાઓ ઉપર ફીનો અંકુશ રાખવો. નવી શાળાઓની મંજુરી આપવી સહિતની જવાબદારી આ સમિતિ દ્વારા કરવામાં આવતી હોય છે ત્યારે આ સમિતિમાં બિનહરીફ ચુંટાઈ આવેલા ધારાસભ્ય લલિતભાઈ વસોયાને પૂર્વ સાંસદ અને શિક્ષણવિદ અરવિંદભાઈ પટેલ, પૂર્વમંત્રી કેળવણીકાર બળવંતભાઈ મણવર, પૂર્વ ધારાસભ્ય અને સહકારી આગેવાન છગનભાઈ સોજીત્રા, સુપેડી ઈવા આયુર્વેદિક કોલેજના મેનેજીંગ ડિરેકટર ઉવર્શીબેન પટેલ, ઉપલેટા તાલુકા પંચાયતના પ્રમુખ લાખાભાઈ ડાંગર, સ્કુલ બોર્ડના ચેરમેન રમણીકભાઈ લાડાણી, ધોરાજી નગરપાલિકાના પ્રમુખ દામજીભાઈ ભાષા, ઉપપ્રમુખ મહેબુબભાઈ ગરાડા, કારોબારી ચેરમેન જગદીશભાઈ રાખોલિયા, ઉપલેટા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ કિશોરભાઈ ઝાલાવડિયા, ભાયાવદર નગરપાલિકાના પ્રમુખ રેખાબેન માકડિયા, પાનેલી ગ્રામના સરપંચ મનુભાઈ ભાલોડિયા, રચના સ્કૂલના એમ.ડી.સુરેશભાઈ ડાંગર, પાટીદાર આગેવાનો નયનભાઈ જીવાણી, જતિનભાઈ ભાલોડિયા, ક્ષત્રિય આગેવાનો ધર્મેન્દ્રસિંહ વાઘેલા, જયદેવભાઈ વાળા, નગરપાલિકાના સભ્યો હાજીભાઈ શિવાણી, ભુપતભાઈ કનેરિયા, રજાકભાઈ હિંગોરા, રઘુવીરસિંહ સરવૈયા, મેમણ અગ્રણી જુનેદભાઈ નાથાણી, યાસિનભાઈ ડેડા સહિત વિવિધ સામાજીક સંસ્થાના આગેવાનોએ આવકારી શુભેચ્છા પાઠવી હતી.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com