7000 રોપાનું વિતરણ કરાવતા રાજયસભાના સાંસદ મોકરીયા
નગરપાલિકા તેમજ સામાજીક સંસ્થાઓના સહકારથી વિવિધ જગ્યાએ વૃક્ષોનું વાવેતર કરાશે
ઉપલેટા નગરપાલિકા તેમજ સામાજીક સંસ્થાના પ્રયાસોથી સમગ્ર શહેરને વૃક્ષોથી રળિયામણું બનાવવાની નેમ સાથે ગઇકાલે રાજયસભાના સાંસદના હસ્તે સાત હજાર જેટલા વૃક્ષોના રોપાનું વિતરણ કરવામાં આવ્યું હતું.
પાલિકા પ્રમુખ મયુરભાઇ સુવાનું સ્વપ્ન ‘મારૂ શહેર લીલું છમ્મ શહેર’ ના સૂત્ર સાથે શહેરની વિવિધ સામાજીક સંસ્થા નવરંગ નેચર કલબ, મિશન અભિન્યુ અને સામાજીક વનીકરણના સંયુકત ઉપક્રમે યોજાયેલ વૃક્ષોના રોપ વિતરણ કાર્યક્રમનું દિપ પ્રાગટ રાજય સભાના સાંસદ રામભાઇ મોકરીયાના હસ્તે કરી વૃક્ષારોપણ કેમ્પ ખુલ્લો મુકવામાં આવ્યો હતો. આ કેમ્પમાં નગરપાલિકામાં પ્રમુખ મયુરભાઇ સુવાએ જણાવેલ કે મારૂ શહેર લીલું છમ્મ શહેર બની રહે તે માટે નગરપાલિકા તેમજ શહેરની સામાજીક સંસ્થાઓના સહકારથી શહેરમાં વિવિધ જગ્યાએ ત્રણ હજાર પિંજરા સાથે વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે. આ ઉપરાંત શહેરની ગીતાંજલી સોસાયટીમાં એક, દ્વારકાધીશ સોસાયટીમાં ત્રણ અને હરિઓમ નગરમાં એક મળી કુલ પાંચ જગ્યાએ ઓકિસજન પાર્ક બનશે જેનો લાભ આવનારા દિવસોમાં શહેરીજનો લઇ શકશે. આ ઉપરાંત ધારાસભ્ય પ્રવિણભાઇ માકડીયા એ જણાવેલ કે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનું સ્વપ્ન છે સમગ્ર ગુજરાત રાજયના તમામ શહેરો હરિયાળા બને આ સ્વપ્ન ને સાકાર કરવા આજે ઉપલેટા શહેરમાં સાત હજાર વૃક્ષોનું વાવેતર કરવાથી શહેર રળિયામણું બનશે.
આ કાર્યક્રમમાં ઉ5સ્થિત રહેલા શહેરના સેવાભાવી ક્ષત્રિય અગ્રણી હકુભા વાળા દ્વારા શહેરમાં પાંચ જગ્યાએ જે ઓકિસજન પાર્ક બનવાના છે તેની કમ્પાઉન્ડ દિવાલ પોતાના સ્વખર્ચે બનાવી દેવામાં આવશે.આ કાર્યક્રમમાં રાજયસભાના સાંસદ રામભાઇ મોકરીયા, પૂર્વ ધારાસભ્ય પ્રવીણભાઇ માકડીયા આર.ડી.સી. બેન્કના ડિરેકટર લલીતભાઇ રાદડીયા, હરિભાઇ ઠુંમર માર્કેટીંગ યાર્ડના પ્રમુખ માધવજીભાઇ પટેલ, તાલુકા પંચાયતના પ્રમુખ વિનુભાઇ ચંદ્રવાડીયા, મામલતદાર ગોવિંદસિંહ મહાવદિયા, ચીફ ઓફીસર આર.સી. દવે, નગરપાલિકાના પ્રમુખ મયુરભાઇ સુવા, હકુભા વાળા, ડી.ડી. જવેર્લ્સવાળા દેવેનભાઇ ધોળકીયા ચેમ્બરના અગ્રણી પિયુષભાઇ માકડીયા, રમેશભાઇ પાનેરા નગરશેઠ અમિતભાઇ શેઠ, કારોબારી સમીતીના ચેરમેન જેન્તીભાઇ ગજેરા, બાંધકામ સમીતીના ચેરમેન મનોજભાઇ નંદાણીયા, આરોગ્ય સમીતીના ચેરમેન જીજ્ઞેશભાઇ વ્યાસ, શહેર ભાજપના પ્રમુખ કિરીટભાઈ પાડરીયા અને તાલુકા ભાજપના પ્રમુખ સંજયભાઈ માકડીયા, જીલ્લા ભાજપના યુવા મોરચાના મહામંત્રી રવિભાઇ માકડીયા, જીલ્લા ભાજપના ઉપપ્રમુખ ડિમ્પલબેન ગલાણી, સુધરાઇ રાજયો જયેશભાઇ ત્રિવેદી, રજાકભાઇ મંજુબેન માકડીયા, હિંગાર દાજીભાઇ શિવાણી, સામાજીક કાર્યકરો ગોપાલભાઇ ભરાડ, પરસોતમ સોજીત્રા, રાજેન્દ્રસિંહ ઝાલા, શૈલેભાઇ રૂપાપરા, ભાવેભાઇ સુવા, કરશનભાઇ ભેડા, સુનીલભાઇ ધોળકીયા, વી.ડી. બાલા સહીત ભાજપ સંગઠનના હાજર રહ્યા હતા. આ કાર્યક્રમનું સંચાલન પરાગભાઇ શાહ, જીજ્ઞેશભાઇ ડેર, ભાવેશભાઇ સુવાએ કરેલ હતું.