- ચૂંટણી ઈન્ચાર્જ જસ્મીન હિરાણી પણ સાવરણો મૂકી ભાજપમાં જવા તલપાપડ
ગત ધારાસભાની ચૂંટણીમાં કોંગ્રેસને હરાવી નિર્ણાયક બનેલ આમ આદમી પાર્ટીના ઉમેદવાર વિપુલ સખીયાએ પાર્ટી સાથે છેડો ફાડી સંભવત ભાજપમાં જોડાઈ રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.
છેલ્લા ઘણા સમય થયા ધારાસભાના આપના ઉમેદવાર વિપુલ સખીયા પાટીથી નિષ્ક્રીય જોવા મળતા હતા. પણ મગનું નામ મરી પાડતા નહોતા ત્યારે આજે બપોરેએક પત્રકાર પરિષદનું આયોજન કરેલ છે. તેમાં પોતે તેમજ તેમના સમર્થક અને ધારાસભાની ચૂંટણીના ઈન્ચાર્જ જસ્મીન હિરાણીએ પણ પદ ઠુકરાવી પાર્ટીને રાજીનામું મોકલી આપશે અને આવનારા દિવસોમાં સંભવીત ભાજપમાં જોડાઈ જશે.
ગત ધારાસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને નિર્ણાયક કહી શકાય તેવા 20 હજાર મત મેળવી કોંગ્રેસની કમર ભાંગી નાખી હતી અને ભાજપના ઉમેદવારનો વિજય થયો હતો. ધારાસભાની ચૂંટણી બાદ જિલ્લા તેમજ સ્થાનિક સંગઠનમાં કોઈ વિશ્ર્વાસમાં લીધા વગર પાર્ટીમાં હજુરીયાઓને સંગઠનમાં નિમણુંક કરવા તેઓ ભારે નારાજ જોવા મળી રહ્યા હતા અને સાવ નિષ્ક્રીય દેખાતા હતા. બે માસ પહેલા પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીની રેલી અને રોડ શો પણ ફલોપ કરવામાં આપના વિપુલ સખીયા અને જસ્મીન હિરાણીની મહત્વની ભૂમીકા હતી તેવું લોકોમાં ચર્ચાઈ રહ્યુ હતુ.
વિપુલ સખીયા અને જસ્મીન હિરાણીના સમર્થકો પણ ઘણા સમયથી નારાજ હોય જેથી આજે બપોરે પત્રકાર પરિષદમાં બંને નેતાઓ અને કાર્યકરો સાથે પોતાના રાજીનામાના પત્ર પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીને મોકલી આપશે.
અત્રે ઉલ્લેખનીય છે કે સમગ્ર ગુજરાતમાં 108 સેવાનું આંદોલનમાં મુખ્ય સિંંહ ફાળો જસ્મીન હિરાણી તે વખતે હતા આવા અનેક કારણો આમ આદમી પાર્ટી ઉપલેટા પંથકમાંથી તળીયાજાટક થઈ જાય તો નવાઈ નહી.વિપુલ સખીયા અને જસ્મીન હિરાણી આગામી દિવસોમાં વિસાવદર ખાતે આવી રહેલા પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલની હાજરીમાં ભાજપનો કેશરીયો ધારણ કરવાના મૂડમાં જણાઈ રહ્યા છે.આગામી લોકસભાની ચૂંટણીમાં બ્યુગલ વાગી રહ્યા છે. તેવા સમયે આમ આદમી પાર્ટીનાં સાવરણો વેર વિખેર થઈ રહ્યો છે. તે આગામી દિવસોમાં ભાજપને મજબુત બનાવાના ઈશારો થઈ રહ્યો છે.