તાજેતરમાં જામકંડોરણા મુકામે મળેલ જીલ્લા બેન્કની સાધારણ સભામાં બેંકના ચેરમેન દ્વારા ખેડુતોલક્ષી થયેલ વિવિધ જાહેરાતોને આવકારી હતી. આર.ડી.સી.બેંકના ડિરેકટર હરિભાઈ ઠુંમર તેમજ તાલુકા સંઘના પ્રમુખ વલ્લભ સખીયાએ જણાવેલ કે જીલ્લા બેંકને ૨૦ વર્ષ સુધી સતત ચેરમેન રહેલા સાંસદ અને ખેડુતોના મસિહા વિઠ્ઠલભાઈ રાદડિયાએ ખેડુતોની વેદનાને વાચા આપવા કયાંય બાંધછોડ કરેલ નહીં તેવી જ રીતે હાલના બેંકના ચેરમેન અને રાજયના કેબિનેટ મંત્રી જયેશભાઈ રાદડિયાએ પણ પિતાના પગ લે ખેડુતોના હિતને ધ્યાનમાં રાખી બેંકની સાધારણ સભામાં કપાસ અને મગફળીના પાક વિમાના પ્રિમીયમમાં રાહત આપી.
ઉપરાંત વર્ષોથી ખેડુતોનો પ્રશ્ર્ન હતો કે ભુડ અને રોઝના ત્રાસને કારણે ખેડુતોનો ઉભો પાક ખેડુતોના હાથમાં આવવાને બદલે જાનવરો ખાઈ જાય છે. આ માટે બેંકની સાધારણ સભામાં ખાસ પ્રકારની જોગવાઈ કરી ખેડુતોને ખેતરે ફ્રેન્સીંગ દિવાલ બતાવે તે માટે વર્ષનું ૬% જેવું મામુલી વ્યાજ પર લોન આપવાની જાહેરાત કરેલ. તે ખેડુતો માટે ખુબ જ અગત્યનું હતું.
આ ઉપરાંત ખેડુતોનું અકસ્માતે મૃત્યુ થાય તો તેના પરીવારને હાલના મોંઘવારીના સમયે રૂયિયા ૧૦ લાખના વિમો ઉતારી તેનું પ્રિમીયમ આરડીસી બેંક દ્વારા ભરી ખેડુતોને મદદ‚પ થવાનો પ્રયાસ કરેલ છે. આમ આવી અનેક ખેડુતલક્ષી જાહેરાતો થતા ઉપલેટા વિસ્તારના ખેડુતોમાં આનંદની લાગણી ફેલાઈ છે. જીલ્લા બેંકના ચેરમેન જયેશભાઈ રાદડિયાએ ખેડુતલક્ષી સહાયને આરડીસી બેંકના ડિરેકટર હરિભાઈ ઠુંમર, સંઘના પ્રમુખ વલ્લભભાઈ સખીયાએ આવકારેલ છે.