પગાર સહિત કર્મચારીઓના વિવિધ હિતોને રક્ષણ આપવા રજૂઆત
રાજય સરકાર યાર્ડમાં વેપાર કરતા વેપારીઓ અને એજન્ટને ટીડીએસમાંથી મુકતી આપતા સમગ્ર રાજયના યાર્ડના કર્મચારીઓ પોતાના પગારથી માંડી તમામ રક્ષણમાં આવનારા દિવસોમાં તકલીફ ના પડે તે માટે આજથી ત્રણ દિવસ કાળી પટ્ટી બાંધી વિરોધમાં ઉપલેટા યાર્ડના કર્મચારઓ પણ જોડાયા હતા.
આજે યાર્ડના સેક્રેટરી રાજભાઇ ઘોડાસરાની આગેવાની હેઠળ યાર્ડના તમામ ૧૪ કર્મચારીઓ તા. ર૨,૨૩,૨૪ ત્રણ દિવસ માટે રાજય સરકાર દ્વારા યાર્ડના કર્મચારીઓના હિતને ઘ્યાનમાં રાખ્યા વગર અગાઉ ગામડામાંથી સેસ લેવાનું બંધનો નિર્ણય કરેલગઇકાલે રાજય સરકાર દ્વારા યાર્ડના વેપારીઓ દલાલો અને કમિશનર એજન્ટ પર એક ટકા જીએસટી નાબુદ કરતા આગામી દિવસોમાં યાર્ડની આવકમાં ઘટાડો થવાથી યાર્ડના કર્મચારીઓના પગાર કરવા પણ મુશ્કેલ બનશે આ ઉપરાંત ખેડુતો માટે વિવિધ શિબીરો યોજવી સહિતના ખર્ચ માટે યાર્ડોને મુશ્કેલી ઉભી થશે ત્યારે રાજય સરકાર પાસે યાર્ડના કર્મચારીઓની માંગણી છે કે યાર્ડના કર્મચારીઓનું હિત ન જોખમાય તે રીતે નિર્ણયો લેવા જોઇએ આજના હડતાલમાં જનક ડાંગર, રાજુ વસોયા, હરપાલસિંહ જાડેજા, પ્રતિકભાઇ લોડીયા, જીજ્ઞેશ ગોહેલ, ભાવેશ માકડીયા, મનોજ બારૈયા, અશરફ નોઇડા વસંત ભાલોડીયા મંજુબેન સોજીત્રા સહીત કર્મચારીઓ કાળી પટ્ટી બાંધી હડતાલમાં જોઇને વિરોધ નોંધાવેલો હતો.