રવિવારે રાત્રે ભવ્ય લોક ડાયરો અને સંતવાણીનું આયોજન
આ વિસ્તારમાં પીઠળ કૃપા ગૃપ દ્વારા ભવ્ય પાંચમું મંદિર બનાવ્યું સતત ત્રણ દિવસ પ્રસાદનું રસોડું તમામ લોકો માટે ધમધમતું રહેશે.
શહેરનું નામાંકિત સેવાભાવી પીઠળ કૃપા ગૃપ દ્વારા ફરી વખત ઉપલેટા પંથકમાં શિખરબધ્ધ પાંચમું મંદિર બનાવી ધર્મની ધજા લહેરાવતા આ વિસ્તારના સત્સંગપ્રેમી લોકોમાં ભારે લગાડ્યું છે. આગામી ત્રણ દિવસ માટે ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને કસુંબલ લોક ડાયરાનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે.
‘અબતક’ બ્યૂરો ચીફની મુલાકાતે આવેલા પીઠળ કૃપા ગૃપના નરેન્દ્રભાઇ સુવા (માસીર) કિશોરભાઇ સુવા, દિપકભાઇ સુવા, ભરતભાઇ સુવા, દિપકભાઇ એન.સુવા અને સમસ્ત હડમતીયા ગામ વતી રસીકભાઇ ચાવડા જણાવેલ કે હડમતીયા ગામના બસ સ્ટેન્ડ પાસે ભવ્ય શિખર બદલ પીઠળઆઇ ધામનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ પિઠળઆઇ મંદિરમાં આગામી તા.3 થી 5 સુધી શુક્ર, શનિ, રવિ ત્રણ દિવસ માટે પિઠળ માતાજીની મૂર્તિ અને શિવ પરિવારની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ભવ્ય આયોજન કરવામાં આવેલ છે. જેમાં તા.3ને શુક્રવારે પ્રથમ દિવસે સવારે આઠ વાગે નરેન્દ્રભાઇ સુવાના નિવાસ સ્થાનેથી ભવ્ય નગરયાત્રા નિકળશે. જે શહેરના મુખ્ય માર્ગ ફરી મંદિર શુભ સ્થાને વિરામ લેશે બપોરે બે વાગે અગ્નિ સ્થાપના, ગૃહ સ્થાપન, ગૃહ હોમ, કુટિર હોમ, સાંજના 6 વાગે મૂર્તિ જલાધિધારા સાંય નીરાજમ, તા.4ને શનિવાર સવારે 8 વાગે દેવતા જાગરણ, સ્થાપિત દેવપુજન, જલયાત્રા, 9.30 કલાકે પ્રસાદ, વાસ્તુ, 11 કલાકે સ્થાપન વિધી, તન્વન્યાસ હોમ, બપોરે 1 કલાકે મધ્યાહન વિરામ, બપોરે બે વાગે મૂર્તિ પતિ હોમ, શાત્વિક, ષોષ્ટિક હોમ, સ્થાપન દેવતા હોમ, પ્રસાદ સ્તપનમ, તત્વન્યાસ સાંજે 6 કલાકે દેવતા શયાધિવાસ, નિદ્રાવાદનમાં સ્થાપિત દેવ પૂજન નીરાજનમ, તા.5ને રવિવારે સવારે 7.30 કલાકે સૂર્યોદય, 8.30 કલાકે દેવતા જાગરણ સ્થાપિત દેવ પુજન, દેવ પ્રબોધનમ સ્થાપન દેવતા હોમ, બપોરે 12.30 કલાકે અભિજીત મુહુર્તમાં નિજ મંદિરમાં મૂર્તિ પ્રવેશ તથા પ્રતીમાજી પ્રાણ પ્રતિષ્ઠા, ધ્વજારોહણ બપોરે 1.30 કલાકે મધ્યાહન વિરામ બપોરે 2.30 કલાકે સ્થાપિત દેવતા હોમ તથા ઉતર પૂજન બલિદાન સાંજે 4 વાગે પૂર્ણાહુતિ, નીરાજનમ પ્રાર્થના આશિર્વાદ મંડપ દેવતા વિસર્જન સહિતની ધાર્મિક વિધી રાખવામાં આવેલ છે. આ ત્રણ દિવસ મહોત્સવમાં સમસ્ત ગ્રામ તેમજ જાહેર જનતા માટે બપોર અને સાંજ ભવ્ય મહાપ્રસાદનું આયોજન કરવામાં આવેલ છે. આ ઉપરાંત તા.5ને રવિવારની રઢીયાળી રાત્રે નવ વાગે ભવ્ય લોક ડાયરો તેમજ સંત વાણીનો કાર્યક્રમ રાખેલ છે. તેમાં લોક સાહિત્યકાર દેવરાજભાઇ ગઢવી તેમજ લોક ગાયિકા વેજલ ગઢવી પોતાની સુમધુર વાણીનો લાભ આપશે તો તમામ ધર્મપ્રેમી જનતાને પધારવા સમસ્ત હડમતીયા ગામ તથા પિઠળ કૃપા ગૃપનું જાહેર આમંત્રણ છે.
પિઠળ કૃપા ગૃપના સથવારે ઉપલેટા પંથકમાં પાંચમું શિખરબધ્ધ મંદિર
સેવાભાવી પિઠળ કૃપા ગૃપ શહેરમાં મુરખડાના માર્ગ પીઠળ માનું મંદિર ખાખીજાળીયા રોડ ઉપર કુડલા હનુમાન મંદિર, શનિદેવ મંદિર ધોરાજીના નાની પરબડી ગામે રામદેવજી મંદિર અને હડમતીયામાં પીઠળ ધામ મંદિર બનાવવામાં પીઠળ કૃપા ગૃપનો સહયોગ મળતા સમગ્ર પંથકમાં ધર્મની ધજા ફરકી રહી છે.