મોજ ડેમના સ્ત્રોત વિસ્તાર ચિત્રાવડ, ખીરસરામાં 4, વડાળીમાં 3 ઈંચ વરસાદ પડતા ડેમમા નવા પાણીની આવક
શહેર અને ગ્રામ્ય પંથકમાં નજીવા વરસાદ પડયો હતો પણ મોજ ડેમના સ્ત્રોત વિસ્તારના ગામોમાં ભારે વરસાદ પડતા મોજ ડેમમાં સાડાત્રણ ફૂટ નવું પાણી આવ્યું છે. જયારે ખીરસરા અને ચિત્રાવડ જવા માટેનો પુલ તુટી જતા ટ્રક નદીમાં પડી ગયો હતો.
ગઈકાલ બપોર બાદ મોજ ડેમના સ્ત્રોત વિસ્તારમાં બરડીયામાં પાંચ, ચિત્રાવડમાં 4, ખીરસરામાં 4 અને વડાળીમાં સાડાત્રણ ઈંચ વરસાદ વરસતા નદીમાં ઘોડાપુર આવ્યા હતા.
ગઈકાલે ભારે વરસાદને કારણે મોજ ડેમમાં 24 કલાકમાં સાડાત્રણ ફૂટ નવું પાણી આવતા ડેમની સપાટી 35.20 પહોચી છે. જયારે વેણુ-2 ડેમમાં 0.40 ફૂટ પાણી આવતા ડેમની સપાટી 46.88 ઉપર પહોચી હતી જયારે ખીરસરાથી ચિત્રાવડ જવા માયે રસ્તા ઉપર પુલ ધોવાઈ જતા એક ટ્રક પલ્ટી મારી ગયો હતો. સદનસીબે ટ્રકમાં રહેલા ડ્રાઈવર સહિતના લોકોને કોઈ ઈજા તવા પામેલ નહોતી.