આર.ડી.સી.ના ડિરેકટર હરીભાઇ ઠુંમર, કારોબારી ચેરમેન હરસુખભાઇ સોજીત્રાનું સન્માન કરાયું
ઉપલેટા તાલુકા ખરીદ વેચાણ સંઘની પ૨ની વાર્ષિક સાધારણ સભા સંઘના પ્રમુખ વલ્લભભાઇ સખીયાના અધ્યસ્થાને મળી હતી. તેમાં સંઘનો વાર્ષિક અહેવાલ સંઘના ડિરેકાર દલપનભાઇ માકડિયા દ્વારા રજૂ કરાયો હતો. સંઘ દ્વારા વાર્ષિક ચોખ્ખો નફો પ લા કરવામાં આવ્યો હતો અને સભાસદોને ૧૫% ડિવિડન્ડ સળવામાં આવ્યું હતું. આ મિટીંગમાં તાર્જતરમાં રાજયના મંત્રી જયેશભાઇ રાદડીયામા મેતૃત્વ નીચે રાજકોટ આર.ડી.સી. બેન્કના તમામ ડિરેકટરો બિન હરીફ ચુટાઇ આવેલા હતા તેમાં ઉપલેટાના પ્રતિનિધી તરીકે બેન્કના ડિરેકટર પદે હરીભાઇ ઠુંમર તેમનું નગરપાલિકાની કારોબારી સમિતિના ચેરમેન હરસુખભાઇ સોજીત્રા સહિત બંને મહાનુભાવોનું સંઘ દ્વારા શાલ ઓઢાડી સન્માત કરવામાં આવેલ હતુ. આ મિટિગમાં સંઘના પ્રમુખ વલ્લભભાઇ સખીયા, ઉપપ્રમુખ લક્ષ્મણભાઇ સુવા,બેન્કના ડિરેકટર દલપનભાઇ માકડિયા, કિશનભાઇ વસોયા, જયંતિભાઇ બરોચિયા, ભાગીભાઇ અધેરા, ભિખાભાઇ ડાંગર, દિનેશભાઇ નારાયા, અજીતસિંહ વાઘેલા છગનભાઇ ગજેરા, ધિરજલાલ પાદરીયા, સોનલબેન પીઠાયા જીતેન્દ્રભાઇ માકડિયા, નારણભાઇ ચંદ્રવાડિયા, વલ્લભભાઇ મુરાણી, અતિલભાઇ ચાડસણીયા સહિત સરકારી મંડળીના પ્રમુખો આગેવાનો સભાસદો હાજર રહ્યા હતા.
આ સભાને સફળ બનાવવા સંઘના મેેનેજર ધીરજલાલ આર. દેશણાની આગેવાનીમાં કર્મચારીઓ કિર્તીભાઇ દલસાણીયા, રણમલભાઇ ગંભીર, દિપકભાઇ ઠેસીયા, પ્રવિણભાઇ ડઢાણીયા, મનસુખભાઇ આરદેશણા, અરવિંદભાઇ માવાણી, દાર્વિનભાઇ વિરપરીયા, હરસુખભાઇ સોજીત્રા, રવિભાઇ ગંભીર, વિઠલભાઇ રાણપરિગા સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી. આ સભાનું સંચાલન સંઘના મેનેજર ધિરજલાલ આરદેરાણાએ કર્યુ છે.