૨ ઓક્ટોબર ગાંધી જયંતીના દિવસથી ૧૭ ઓક્ટોબર સુધી જિલ્લા ભાજપના માર્ગદર્શન મુજબ દરેક તાલુકાના ગામડે ગામડે ખાટલા બેઠકનો કાર્યક્રમ યોજવામાં આવેલ ત્યારે ગાંધીજી સત્યના આગ્રહી હતા અને ખેડૂતોને સત્યથી વાકેફ કરવા ઉપલેટા-ધોરાજીના પૂર્વ ધારાસભ્ય પ્રવિણભાઈ માકડિયા અને ઉપલેટા તાલુકાના આગેવાનો દ્વારા ખાખી જાળીયા, અરણી, ખીરસરા, ટીમ્બડી, કલારિયા, ભાંખ ગામ ખાતે ખેડૂતો સાથે ખાટલા બેઠક યોજી હતી.આ ખાટલા બેઠકમાં ઉપસ્થિત ઉપલેટા-ધોરાજીના પૂર્વ ધારાસભ્ય પ્રવીણભાઈ માકડિયા,જિલ્લા ભાજપ ઉપપ્રમુખ ઇન્દ્રવિજયસિંહ ચુડાસમા, માર્કેટિંગ યાર્ડ વા.ચેરમેન રાજાભાઈ સૂવા, તાલુકા ભાજપ આગેવાન બાબુભાઈ હુંબલ,સા.ન્યાય સમિતિ ચેરમેન બાલુભાઇ વીંઝુંડા, તાલુકા ભાજપ પ્રમુખ સંજયભાઈ માકડિયા, મહામંત્રી પૃથ્વીરાજસિંહ ચુડાસમા, દલપતભાઈ માકડિયા, નાથાભાઈ સૂવા, બાબુભાઇ રાઠોડ, બધાંભાઈ ભારાઇ, વિજયભાઈ પાઘડાર, રસિકભાઈ પાટડિયા યુવા મોરચો સહિતના આગેવાનો હાજર રહ્યા હતા.આ તકે પૂર્વ ધારાસભ્ય પ્રવિણભાઈ માકડીયાએ જણાવ્યું હતુ કે ખેડૂતો માટે હર હંમેશ કેન્દ્ર અને રાજયની ભાજપ સરકારે સંવેદનશીલ રહી ચિંતા કરી છે. કૃષિ વિધેયકના વિરોધીઓનો ભ્રામક પ્રચાર સામે ખેડુતોને અવગત કર્યા છે.
Trending
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને ગુરુકૃપાથી કાર્ય સિદ્ધ થાય, ધ્યાન-યોગ-મૌનથી લાભ થાય, આધ્યાત્મિક ચિંતન થાય, શુભ દિન.
- કાચા પપૈયામાંથી બનાવો આ મીઠાઈ, મહેમાનો રેસીપી પૂછશે
- બાળકોમાં આ લક્ષણો જોવા મળે તો ચેતી જજો !
- બંધારણમાંથી ‘સમાજવાદી’ અને ‘ધર્મનિરપેક્ષ’ શબ્દો હટાવવામાં નહીં આવે, SCએ આપ્યો ઐતિહાસિક નિર્ણય
- પરફેક્ટ નાસ્તો : ઘરે જ બનાવો ચટાકેદાર ખાટી-મીઠી શક્કરિયાની ચાટ
- Tasty and Healthy: શિયાળામાં ટ્રાય કરો પ્રોટીનયુક્ત મગફળીની કઢી, આ રહી રેસીપી
- #MaJaNiWedding : ગુજરાતી સેલિબ્રીટીઝ રંગાયા મલ્હાર-પૂજાની હલ્દીના રંગમાં
- યે હસી વાદીયા !! આ પર્વતોની સુંદરતા મનમોહી લેશે