ગુજરાતની એક માત્ર
સ્કુલના ડિરેક્ટર રાજેન્દ્રસિંહ ઝાલા પોતે જ આ વિષય વિદ્યાર્થીઓને ભણાવશે
ઉપલેટાની ધ મધર્સ ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા એક ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. સ્કૂલ મેનેજમેન્ટ દ્વારા આ જૂન-2022 થી શરૂ થતા શૈક્ષણિક વર્ષમાં “શ્રીમદ ભગવદ ગીતા એક વિષય તરીકે શિક્ષણમાં ફરજીયાત શીખવાડવામાં આવશે.
સ્કૂલના ડિરેકટર રાજેન્દ્રસિંહ ઝાલા દ્વારા એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું હતું કે ધોરણ 5 થી 10 ના બંને માધ્યમના વિદ્યાર્થીઓને અન્ય વિષયની જેમ જ એક અલગ વિષય અને તાસ ગોઠવીને આખા વર્ષ દરમ્યાન ભગવદ્ ગીતા ભણાવવામાં આવશે. તેમને વધુમાં જણાવ્યું હતું કે શ્રીમદ્દ ભગવદ્દ ગીતા* એ કોઈ ગ્રંથ નથી પરંતુ ભારતીય સંસ્કૃતિની ધરોહર છે. આધ્યાત્મિકતા ની સાથે સાથે જીવન જીવવાની કળા અને જીવનના દરેક સ્ટેજમાં મનુષ્યોને આ ગીતા જ્ઞાન હંમેશા એક દિવા દાંડી સમાન ઉપયોગી રહેશે.
ભગવાન શ્રી કૃષ્ણએ આપેલ દરેક જ્ઞાન દર્શાવે છે કે તેઓ ભગવાન બનીને એક મેનેજમેન્ટ ગુરુ તરીકે ગીતા જ્ઞાનમાં અનુભવાય છે. “શ્રીમદ્દ ભગવદ્ ગીતા ધર્મ જાતિ, અને કોઈપણ સંપ્રદાય થી પર છે. આજે માટેજ વિશ્વના પ્રગતિશીલ રાષ્ટ્રોની સ્કુલ, કોલેજ અને યુનિવર્સીટીઓમાં તેનું જ્ઞાન શીખવાડવામાં આવે છે અને રિસર્ચ થાય છે.
સ્કૂલના ડિરેકટર રાજેન્દ્રસિંહ ઝાલા પોતે જ આ વિષય વિદ્યાર્થીઓને ભણાવશે. તેમને “શ્રીમદ્ ભગવદ્ ગીતા* ઉપર ખૂબ જ ગહન અભ્યાસ કર્યો છે અને અગાઉ વિશ્વના અનેક દેશોમાં અને આપણા ભારત દેશના અનેક રાજ્યોમાં તેઓ આ ગીતા જ્ઞાન આપી ચુક્યા છે.
સ્કૂલના વાલી, વિદ્યાર્થીઓએ, શિક્ષક ગણે અને સમગ્ર ઉપલેટા અને ગુજરાતના ગણાવ્યો છે. શિક્ષણ જગતમાં મેનેજમેન્ટ ના આ નિર્ણયને ખૂબ જ સારો આવકાર્ય ઉપલેટાની આ ધ મધર્સ ઇન્ટરનેશનલ સ્કૂલ કદાચ ગુજરાતની એવી પહેલી સ્કૂલ હશે કે જેને આ 21મી સદીમાં આવો નિર્ણય લઈને “શ્રીમદ્ ભગવદ્ ગીતા ફરજીયાત શિક્ષણનું એક અંગ બનાવ્યું હોય. આ પ્રસંગે સ્કૂલના ચેરમેનશ્રી શક્તિસિંહ રાઠોડ દ્વારા વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસમાં આ અમારી પહેલ જીવનલક્ષી ખૂબજ ઉપયોગી થશે તેમ જણાવ્યું હતુ.