ઉપલેટા શહેરમાં વિવિધ ધાર્મિક સેવાકીય પ્રવૃત્તિ કરતુ દેવરાજ શેરી મહિલા મંડળ દ્વારા જાહેર ધર્મપ્રેમી ભાઈ બહેનો માટે તા.૨૨ થી ૨૮ સાત દિવસ સુધી શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું શહીદ અર્જુન રોડ દેવરામ શેરીમાં સુંદર આયોજન કરવામાં આવેલ છે.
આ કથા અંગે દેવરામ શેરી મહિલા મંડળના ચંપાબેન ગજેરા,નિર્મલાબેન સોજીત્રા, ચંદ્રીકાબેન વેકરીયાએ માહિતી આપતા જણાવેલ કે દેવરામ શેરી મહિલા મંડળ દ્વારા અગાઉ અનેક ધાર્મિક સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવેલ છે.હાલમાં શહેરની ધર્મપ્રેમી જનતા માટે તા.૨૨ થી ૨૮ સુધી સાત દિવસ માટે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે. આ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞની વ્યાસપીઠ ઉપર યુવા કથાકાર શાસ્ત્રી વિજય આર. પંડયા પોતાની આગવી સંગીતમય શૈલીમાં કથાનું રસપાન કરાવી રહ્યા છે.
કથાના પ્રથમ દિવસે ભવ્ય પોથી યાત્રશ નીકળી હતી તા.૨૩મીએ કપીલ જન્મ, તા.૨૪મીએ નૃસિંહ જન્મ, રવિવારે વામત જન્મની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આવતીકાલે મંગળવારે રક્ષ્મણ વિવાદ અને બુધવારે સુદામા ચરિત્ર અને સાંજે ૪.૩૦ કલાકે કથા વિરામ કરવામાં આવશે કથાનો સમય દરરાજ સવારે ૯ થી ૧૨ ને બપોરે ૩ થી ૬ નો રાખવામા આવેલ છે.તો ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનો લાભ લેવા ધર્મ પ્રેમી જનતાને દેવરામ શેરી મહિલા મંડળ દ્વારા જાહેર આમંત્રણ આપવામા આવેલ છે.