પવિત્ર શ્રાવણના અંતિમ સોમવારે ઉપલેટાના શ્રી બિલેશ્વર મહાદેવની 1008 દીપજ્યોત  સાથે મહાઆરતી

Website Template Original File1

ઉપલેટા શહેરના દ્વારકાધીશ નજીક આવેલ શ્રી રામજી મંદિર પરિસરમાં બિરાજમાન શ્રી બિલેશ્વર મહાદેવ મંદિરમાં પવિત્ર શ્રાવણ માસના અંતિમ સોમવારના રોજ રાત્રીના ભગવાન શંકરને 1008 દીપ જ્યોત કરી અને મહા આરતીનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. આ મહા આરતીનો લાભ લેવા અને ભગવાન શંકરને સુશોભિત કરેલ 1008 દીપ જ્યોતના દર્શન કરવા માટે શિવભક્તો બહોળી સંખ્યામાં હર હર મહાદેવના નાદ સાથે ઉમટી પડ્યા હતા.

54549554

પવિત્ર શ્રાવણ માસ એટલે દેવોના દેવ મહાદેવના વિશેષ મહિના તરીકે ઉજવાય છે જેમાં શિવભક્તો મહાદેવની વિવિધ રીતે પૂજા અર્ચના અને પ્રાર્થના કરતા નજરે પડતા હોય છે ત્યારે આવી જ સેવા પૂજા ઉપલેટાના ભૂદેવ પરિવાર છેલ્લા ઘણા વર્ષોથી અનેક સેવાપૂજા કરી રહ્યા છે જેમને ઉપલેટા શહેરના દ્વારકાધીશ સોસાયટી પાસે આવેલા શ્રી રામજી મંદિરના પરિસરમાં વિરાજમાન શ્રી બિલેશ્વર મહાદેવ મંદિરમાં 1008 દીપ જ્યોત અને પુષ્પના વિશેષ શણગારનું આયોજન કર્યું હતું જેમના દર્શનનો લાભ લેવા અને મહા આરતીનો લાભ લેવા શિવ ભક્તો બહોળી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

Screenshot 13

દીપ જ્યોતના દર્શન કરવા અને મહા આરતીનો લાભ લેવા માટે વિશેષ રૂપે ઉપલેટા માજી ધારાસભ્ય છગનભાઈ સોજીત્રા ,મામલતદાર ધનવાણી ઉપલેટાના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને તેમની સાથે બહોળી સંખ્યામાં શિવ ભક્તો આ દીપ જ્યોતના તેમજ સુશોભિત મહાદેવના દર્શન કરવા અને મહા આરતીના લાભ લેવા માટે હર હર મહાદેવના નાદ સાથે ઉમટી પડ્યા હતા .5474547

આ મહા આરતી બાદ ઉપસ્થિત તમામ ભક્તો માટે વિશેષ રૂપે પવિત્ર શ્રાવણ માસના સોમવાર નિમિતે ફરારનું પણ આયોજન જીજ્ઞેશ ભાઈ વ્યાસ (મહાદેવ) પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું જે ભોજન પ્રસાદનો લાભ લેવા માટે બહોળી સંખ્યામાં ભક્તજનો જોડાયા હતા ત્યારે આ આયોજનમાં મંદિરના સેવકો, સહયોગીઓ દ્વારા ભારે જહમત ઉઠાવી હતી અને આયોજનને સફળ બનાવ્યું હતું.

કિરીટ રાણપરીયા

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.