મુખ્ય રસ્તા ઉપર ખુલ્લો વાયર લટકી રહ્યો છે: ગ્રામજનોએ કરી રજૂઆત છતા કોઇ નિરાકરણ નહીં

ઉપલેટાના જુના કલારીયા ગામે મુખ્ય બજાર ઉપર લોકોના મોત ઉપર જજુમી રહેલો ખુલ્લો વાયર દુર કરવા રજૂઆતો કરવા છતાં જી.ઇ.બી. આંખ આડા કાન કરી રહ્યું છે. લોકો સતત ભયના કારણે મુખ્ય માર્ગ ઉપરથી પસાર થઇ શકતા નથી.

જુના કલારીયા ગામે આવેલ મુખ્ય બજારમાં લોકોની મોટે ભાગે અવર જવર હોય છે. નાના બાળકો પણ આ રોડ ઉપર રમતા હોય છે. જ્યારે વડીલ-વૃધ્ધો પણ સાંજના સમયને સવારે આ જગ્યા ઉપર બેસતા હોય છે ત્યારે મુખ્ય બજારમાં આવેલ જાવીદભાઇની દુકાનેથી લઇને રફીક ગુલમામદ સમાની ઘર સુધી જાહેર માર્ગ ઉપર વીજળીનો ખૂલ્લો વાયર લટકી રહ્યો છે. આ વાયર ગમે ત્યારે લોકો ઉપર પડી શકે છે.

ગ્રામજનો દ્વારા 15 દિવસ પહેલા પી.જી.વી.સી.એલ.ને રજૂઆત કરવામાં આવી તો હેલ્પરે જવાબ આપ્યો કે થઇ જશે પણ આજ દિવસ સુધી હજુ આ વાયર બદલવામાં નહિં આવતા લોકો ઉપર સતત મોતનું ભય જજૂમી રહ્યું છે. પી.જી.વી.સી.એલ.ના અધિકારીઓ કુંભકરણની નિંદ્રામાં પોઢી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. પી.જી.વી.સી.એલ. દ્વારા ગ્રામ પ્રત્યે ઓરમાયું વર્તન પણ રખાઇ રહ્યું છે. જો વિજ વાયર પડશેને કોઇ ઘટીત ઘટના બનશે તો જવાબદાર પી.જી.વી.સી.એલ.ના અધિકારીઓની રહેશે.paetg

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.