ઓનલાઇન પેમેન્ટમાં એરર આવતા ખરીદી કરેલી વસ્તુ આપવાની ના પાડતા ત્રણ શખ્સોએ મોલમાં કરી બબાલ

ઉપલેટામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાણે કથળી રહી હોય અને ગુનેગારોને ખાખીનો જરાક પણ ખોફ ન રહ્યો હોઈ તેમ મારામારી સહિતના અનેક બનાવો બનવા પામ્યા છે.ત્યારે ગઈકાલે વધુ એક મારામારીની ઘટના સામે આવી છે.જેમાં રિલાયન્સ ટ્રેન્ડસમા કેશિયર તરીકે કામ કરતા યુવાન ને ઓનલાઈન પેમેન્ટ બાબતે ત્રણ શખસોએ મારમારતા તેને ઈજા પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.બનાવની જાણ થતાં પોલીસે ત્રણ સામે ગુનો નોંધી તેની શોધખોળ હાથધરી છે.

મળતી વિગતો અનુસાર ઉપલેટા ખાતે રહેતા અને રિલાયન્સ ટ્રેન્ડસમાં કેશિયર તરીકે કામ કરતા અજયભાઈ અશોકભાઈ વાણિયાએ પોતાની ફરિયાદમાં આરોપીઓમાં રજાક ઉર્ફે કાળિયો ગની ઓડિયા,મહમદહુશેન રજાક ઓડિયા અને અજાણ્યાનું નામ આપ્યું હતું જેમાં તેને જણાવ્યું હતું કે,તે ગઈકાલ રાત્રીના મોલ પર પોતાની નોકરી પર હતા.ત્યારે આ ત્રણ શખ્સો મોલમાં ખરીદી કરવા માટે આવ્યા હતા.ખરીદી કર્યા બાદ તેઓએ રૂ.1299 નું ઓનલાઈન પેમેન્ટ કર્યું હતું.

પરંતુ તે પેમેન્ટ તેમના રિલાયન્સના સોફ્ટવેર જમાં થયા હોવાનું નહિં જણાતા તેમને ખરીદેલી વસ્તુ આપવાની ના પડતા ત્રણે શખ્સોએ ઉશ્કેરાઈ ફરિયાદી પર હુમલો કર્યો હતો.બાદ બબાલ કરી તેઓએ તેને જાનથી મારી નાખવાની ધમકી આપી ત્યાંથી ભાગી ગયા હતા.જેથી અજયભાઈ ત્રણેય વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોધાવતા પોલીસે ત્રણ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.જ્યારે આ સમગ્ર ઘટના સીસીટીવી ફૂટેજ વાયરલ થયા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.