- 19 લાખનો જથ્થો સીઝ કરી કલેકટરને રિપોર્ટ
- ઘંઉના 1493 કટ્ટા ચોખાના 453 કટ્ટા તથા તુવેરદાળ સીઝ કરાય
કેન્દ્ર અને રાજય સરકાર દ્વારા ગરીબોને અપાતું વિનામૂલ્ય રાશન ગરીબોના ઘરે પહોચવાને બદલે કળા બજારીયાના ગોડાઉનમાં પહોંચી ત્યાંથી રાજકોટ અને જુનાગઢમાં યાર્ડમાં વેચાણ અર્થે પહોંચી જતો હતો રાશનનો જથ્થો ગરીબો ખાય તે પહેલા કાળા બજારીયા માલમ માલ ખાઇ કેન્દ્ર અને રાજય સરકારમાં રાશનની યોજના ધજાગરા ઉડતા તેવો બનાવ શહેરમાં પ્રાત અધિકારીની આગેવાનીમાં સ્થાનીક મામલતદાર અને ટીમ તપાસમાં 19 લાખ રૂપિયાનો જથ્થો ઝડપી લીધો હતો. જેનો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે. તે શખ્સ અગાઉ પણ સસ્તા અનાજના જથ્થા સાથે ઝડપાઇ ચૂકયો છે. અને કલેકટરના આકરા પગલાનો સામનો કરી ચૂકયો છે છતાં સુધરવાનું નામ લીધેલ નહોતું.
પ્રાપ્ત થતી વિગતો મુજબ રાજકોટ જીલ્લા કલેકટર અરુણ મહેશ બાબુના આદેશથી ધોરાજી પ્રાંત અધિકારી લખીયાની આગેવાનીમાં સ્થાનીક માલમદાર ગોવિંદજી મહાવદીયા તથા તેમની ટીમ સાથે રાખે શહેરના રઘુવંશી બંગલા તરીકે ઓળખાતા ગોડાઉનમાં મેમણ શખ્સ ફારૂક ઇબ્રાહીમ સુરિયા ગેરકાયદેસર સસ્તા અનાજનો જથ્થો લઇ રાજકોટ અને જુનાગઢના માકેટીંગ યાર્ડમાં ટ્રકો ભરી સપ્લાય કરવાની તૈયારીમાં હતો ત્યાં ત્રાટકી ફારુક ઇબ્રાહીમ સુરિયાને બોલાવી ગોડાઉન ખોલવાતા અધિકારીઓની આંખો પહોળી થઇ ગઇ હતી. ગોડાઉનમાંથી ચોખાના 1493 કટા 68054 કિલો કિંમત રૂ. 14 લાખ 97 હજાર ઘંઉના 453 કટા 22335 કિલો ની રૂપિયા 3,57,360 તથા તુવેર દાળ 1 કિલો ની પેકીંગ વાળી નવ કોથળી કિંમત રૂ. 450 તથા વજન કાંટો સીલાઇ મશીન કિંમત 3400 રૂપિયા મળી કુલ 18,58,860 રૂપિયાના મુદામાલ ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ હતી જયારે અન્ય તપાસમાં ઘંઉના 7ર કટા વજન 3600 કિલો કિંમત 57,600 સાથે જથ્થાને ઝડપી લઇ કુલ 20 લાખ રૂપિયાનો મુદામાલ કબ્જે લઇ બન્ને જથ્થો સીઝ કરી કલેકટરને રીપોર્ટ કરાયો છે.
આ કાર્યવાહીમાં પ્રાત અધિકારી જયશે લિખીયા, સ્થાનીક મામલતદાર ગોવિંદજી મહાવદિયા, નાયબ મામલતદાર બોરખતરીયા, તેજસભાઇ પંચાસરા, જાદવભાઇ, અનીલભાઇ પટેલભાઇ, ઉધરેજાભાઇ, તુષારભાઇ રેવન્યુ પ્લાટા મહેશ કરેગીયા રાહુલ સોલંકી અક્ષય પરમાર સહીતની ટીમ જોડાયેલ હતી
ઘંઉનો લોટ કરી વેચાણ કરતો
વેપારી રાશનના માલનો ઘંટીમાં દળાવી તેનો લોટ બનાવી સમગ્ર શહેરમાં પેકીંગમાં વેચાણ કરી ડબલ પૈસા બનાવતો હતો.