કોરા ચેક ઉ૫ર ધિરાણ કરી વસુલી માટે ધમકાવતા હોવાની રાવ
ઉપલેટાના બસ સ્ટેન્ડ ચોક ખાતે આવેલ વૈશાલ ઓટો ના નામથી ઓળખાતી દુકાનદારનો માલીક મુકેશ રામશીભાઇ બોરખતરીયા તથા દીનેશ રામશીભાઇ ખોરખતરીયા બન્ને ભાઇઓ અજાણ્યો ઇસમોને કોરા ચેક ઉપર મોટી રકમ વ્યાજ તરીકે આપી વ્યાજ વસુલીનો ધંધો કરતા હોવાની ફરીયાદ ઉપલેટા પોલીસ ચોંપડે નોંધાઇ છે.
આ બનાવની પ્રાપ્ત વિગત અનુસાર ઉપરોકત બન્ને ભાઇઓ ઉપલેટા શહેરમાં કોરા ચેક દ્વારા અજાણ્યા ઇસમોને મોટી રકમના ધિરાણ કરી ઉંૅચા વ્યાજે ‚પિયા આપ્યા બાદ કોરા ચેકને બેંક ખાતે ડીપોઝીટ કરવાની ધમકી આપીવધુ ‚પિયા પડાવવા અન્ય ચેક કલીયરીંગ કરાવી નેગોસીએશનના ગુન્હા હેઠળ ગેરકાનુની કૃત્ય આચરતા હોવાની ફરીયાદ ઉ૫લેટાના નવનિયુકત પી.આઇ પટેલને મળતા તેઓએ બન્ને ઇસમોની ધરપકડ કરી ઉપલેટા જેલ હવાલે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે. ત્યારે ઉપલેટા પોલીસના ક્રાઇમ રેકોર્ડ તપાસ દરમ્યાન બન્ને શખ્સો ઉ૫ર અન્યુ ગુન્હાઓના કેસ પણ ચાલુ હોવાનું જાણવા મળેલ છે. ઉ૫રોકત કેસ દરમ્યાન આરોપીઓ પાસેથી ૭ જેટલા કોરા ચેક જપ્ત કરેલ હોવાનું બહાર આવેલ છે.