શહેરના શિક્ષણવિદ અને કવિ લેખકનું અમુલ ડેરી દ્વારા કોરોના કાળ દરમ્યાન કોરોના વિશે 30 કાવ્યો લખેલા અને અમૂલ ડેરીના પ્રારંભથી આજ સુધીની પ્રગતિ વિશે લખતા આણંદ સ્થિત અમુલ ડેરી દ્વારા એમ.ડી.ના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. શહેરની વલ્લભ વિદ્યાલયના જ્ઞાનવૃધ્ધ શિક્ષક અને સંસ્કૃત ભાષા ઉપર જબરજસ્ત પ્રભુત્વ ધરાવતા કવિ-લેખક મનસુખભાઇ મકવાણા (પંકજ જરીવાલા) દ્વારા કોરોના કાળ દરમ્યાન કોરોના વિશે 30 જેટલા કાવ્યો લખેલ, આ ઉપરાંત આણંદ સ્થિત વિશ્ર્વ વિખ્યાત અમુલ ડેરીના પ્રારંભથી અત્યાર સુધીની પ્રગતિ તેમજ અમુલ ડેરીમાં શ્ર્વેતક્રાંતીના પ્રણેતા ડો.વર્ગિસ કુરિયનું યોગદાન સહિત 23 પંક્તિઓનું કાવ્ય ‘અમૂલ્ય અમુલ’ લખેલ આથી પ્રભાવિત થઇ અમુલ ડેરીના એમ.ડી. અમિતભાઇ વ્યાસ દ્વારા અમુલ ડેરી વતી કવિ-લેખક મનસુખભાઇ મકવાણાનું સન્માન કરવામાં આવેલ હતું.

મનસુખભાઇ મકવાણા દ્વારા લખાયેલ ‘અમૂલ્ય અમુલ’ કાવ્ય ભારત ભરના અમૂલના આઉટલેટ્સ પર મુકવામાં આવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.