સમઢીયાળામાં વધુ સાત ઈંચ ઉપલેટામાં 6 અન્ય ગામોમાં ચારથી પાંચ ઈંચ વરસાદ પડતા ખેડૂતો મૂંજાયા
ઉપલેટા પંથકમાં વધુ આઠથી પાંચ ઈંચ વરસાદ નોંધાતા જળ બંબાકાર જેવી પરિસ્થિતિ સર્જતા અતી વૃષ્ટિનો માહોલ સર્જાતા ખેતરોમાં પાક નિષ્ફળ જાય તેવી દહેશત વચ્ચે સર્વે કરી સહાય આપવા ધારાસભ્ય પાડલીયાએ માંગ ઉઠાવી છે. ગતરાત્રે ગાંધીનગર દોડી ગયા છે.
ઉપલેટા પંથકના શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં મેઘરાજા મનમૂકિત વરસ્યા બાદ ખેડુતોના ખેતરમાં છેલ્લા આઠ દિવસ થયા પાણી ભરાતા પાક નિષ્ફળ જવાનો ભય ઉભો થતા ખેડુતો મુંજાયા છે.
ભાદર પટીમાં છેલ્લા ચાર દિવસમાં 10 ઈંચ વરસાદ બાદ વધુ ગઈકાલે આઠ ઈંચ જેવો વરસાદ નોંધાતા સમઢીયાળા, લાઠ, મજેડી, કુઢેચ,સહિતના ગામોનાં ખેતરમાં ભારે પાણી ભરાઈ જવાથી પાક ભારે નુકશાની જણાઈ રહી છે. ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલીયા તેમની ટીમ સાથે પાંચેય ગામોનાં ખેતરોમાં જાતે જઈ નિરીક્ષણ કરતા પાક સંપૂર્ણ ફેલથઈ જવાના આરે હોય ત્યારે સર્વે તેમજ સહાય ચૂકવાની માંગ ઉઠાવી છે. ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલીયા ગત રાત્રે ગાંધીનગર દોડી ગયા હતા.
જયા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલ સહિત અધિકારીઓને રૂબરૂ મળી ઉપલેટા ધોરાજી પંથકના વાળોદર, સમઢીયાળા, ચિચોડ, ભાડેર, મોટીરવાવડી, સહિતના ગામોની સીમ જમીનમાં તાત્ક્ાલીક સર્વે કરી ખેડુતોને વળતર આપવા માંગ ઉઠાવી છે.ધોરાજી-ઉપલેટા પંથકમાં અત્યાર સુધીમાં 40 ઈંચ જેવો વરસાદ પડતા ખેડુતો મુશ્કેલીમાં મૂકાયા છે.ભાડેર વિસ્તારમાં અનરાધાર વરસાદ પડતા મોટાભાગની જમીનમાં ધોવાણ થયા છે.જયારે સમઢીયાળામાં છેલ્લા ત્રણ દિવસમાં 20 ઈંચ જેવો વરસાદ પડતા ત્યાંની જમીનમાં પણ ધોવાણ થતા ખેડુતોના પાક સંપૂર્ણ નાસ થઈ ગયો છે. આને કારણે ખેડુતોના ખેતરો ધોવાઈ જતા ફરી પાછો પાક વાવી શકે તેવી હાલતમાં પણ ખેતરો નથી ત્યારે સરકારે ખેડૂતોને જમીન ધોવાણના પણ વળતર આપે તેવી માંગ ખેડુત આલમમાં ઉઠવા પામી હતી.