જાણીતા કથાકાર જીજ્ઞેશદાદાની વાણીથી ભકતો ‘રસતરબોળ’
દેશ-વિદેશમાં જાણીતા કથાકાર જીજ્ઞેશદાદાની ચાલે રહેલી કથામાં ભગવાન શ્રીકૃષ્ણની જાનેરી જાન દાશીજીવન સત્સંગ મંડળ અને સાંસદ રમેશભાઇ ધડુકના આમંત્રણથી શહેરનું સેવાભાવી દાનભાઇ ચંદ્રવાડીયા પરિવાર જોડશે.
શહેરમાં છેલ્લા ત્રણ સમગ્ર શહેર ધાર્મિકમય વાતાવરણ પલટાયું છે. દરરોજ સાંજે સમગ્ર શહેરના લોકો મોલા પટેલનગર સામે વૃંદાવન ધામમાં ચાલતી શ્રી દાશીજીવણ સત્સંગ મંડળ અને ધર્મપ્રેમી સાંસદ રમેશભાઇ ધડુક આયોજીત શ્રીમદ્દ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ મહોત્સવમાં જીજ્ઞેશદાદા મુખેથી સુમધુર વાણીનું સંગીતના તાલે રસપાન કરી રહ્યા છે. આ સપ્તાહમાં સોથી મોટો પ્રસંગ ભગવાન શ્રીકૃષ્ણ અને રૂક્ષ્મણીજીના શુભ વિવાહ યાદગાર બનાવવા ઉપલેટા દાસી જીવન સત્સંગ મંડળ અને સાંસદ રમેશભાઇ ધડુકે શહેરના સેવાભાવી શહેરના પૂર્વ વિકાસ શિલ્પી પ્રમુખ દાનભાઇ ચંદ્રવાડીયા અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન નિકૃલભાઇ ચંદ્રવાડીયા પરિવારને આમંત્રણ આપતા ચંદ્રવાડીયા પરિવારે સહત્ર આમંત્રણનો સ્વીકાર કરીને શહેરમાં અત્યાર સુધીમાં કયારેય ન નિકળી હોય તેવી ભગવાન શ્રીકૃષ્ણની ધાર્મિક જાન જોડી વૃંદાવન ધામ ચાલતી ભાગવત સપ્તાહમાં ભગવાન શ્રીકૃષ્ણ અને રૂક્ષ્મણીજીના શુભ લગ્નને યાદગાર બનાવવા કાર્યક્રમને આખરી ઓપ આપી રહ્યા છે.
આ અંગે પાલિકાના પૂર્વ પ્રમુખ દાનભાઇ ચંદ્રવાડીયા, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન નિકૃલભાઇ ચંદ્રવાડીયાએ જણાવેલ કે દાસી જીવણ સત્સંગ મંડળ તથા ધર્મપ્રેમી સાંસદ રમેશભાઇ ધડુકના ધાર્મિક અવશમાં ભગવાન શ્રી કૃષ્ણ જાડેરા જાન જોડવાનું પરમ સૌભાગ્ય અમોને મળ્યું છે. પણ આ ઉત્સવમાં શહેરના વિવિધ સમાજના આગેવાનો વેપારીઓ, ઉઘોગપતિઓ વિવિધ ક્ષેત્ર રાજકીય આગેવાનો સાજન માજન સાથે ભકિત અને ઉલ્લાસ ભર્યા મહોલમાં જોડાઇ ને સૌ સાથે મળી. આપણો પ્રસંગ બતાવી અમારાઆંગણેથી તા. ર9 ને રવિવારે રાત્રે નવ વાગે મંગલ જાન પ્રસ્થાનમાં જોડાઇને અલૌકિક અને શાશ્ર્વત વિવાહના બંધનમાં બાંધવા માટે વિવાદ સ્થળે જઇશું આ પાવનકારી અને ભવ્ય પ્રસંગ ભગવાન શ્રીકૃષ્ણ ની જાડેરા જાનમાં સમગ્ર શહેરની જનતા સહપરિવાર જોડાઇ અવસરને યાદગાર બનાવવા અનુરોધ કરેલ છે.
વૃંદાવન ધામ ખાતે દરરોજ ઉમટતો માનવ મહેરામણ
સાંસદ રમેશભાઇ ધડુકના સહકારથી દાસીજીવણ સત્સંગ મંડળ આયોજીત શ્રીમદ્દ ભાગવત સપ્તાહમાં વૃંદાવન ધામમાં દરરોજ હજારો માનવ મહેરામણ ઉમટી રહ્યો છે તે તમામનું સાંસદ અકેદર સન્માન કરી રહ્યા છે અને લોકો જીજ્ઞેશદાદાની વાણીનું સમુધુર રસપાન કરી રહ્યા છે.