પબુભા માણેક આહિર સમાજની માફી માંગે તેવી માંગણી સાથે આમરણાંત ઉપવાસ શરૂ કરનાર મયુરને વગર જામીન મુકત કરાયો: ૨૪ કલાકના હાઇ વોલ્ટેજ ડ્રામા બાદ તંત્ર કુણુ પડ્યું

દ્વારકામાં મોરારી બાપુ ઉ૫ર થયેલા હુમલાના ભાગરૂપે ઉપલેટાનો આહિર યુવાન છેલ્લા ૧૦ દિવસથસ અનશન ઉપર ઉતરતા તંત્રમાં ભારે દોડધામ મચી ગઇ છે. તંત્ર દ્વારા ઉ૫વાસીની અટકાયત બાદ ૨૪ કલાકના હાઇ વોલ્ટેર ડ્રામા બાદ જામીન વગર મુકત કરી આખરે તંત્રએ કુણુ પડવું પડયુ હતું. આહિર યુવાનના અનશનના સમર્થનમાં ગઇ કાલે પ્રતિક ઉપવાસ પર બેસવા જઇ રહેલા જ યુવાનોને પોલિસે અટકાયત કરાયા બાદ તમામને જવા દેવાયા હતા અનશય સ્થળે પોલિસ દ્વારા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

પ્રાપ્ત થતી વિગતો મુબજ આહિર સમાજ આદીકાળથી આ દ્વારા ધર્મ માટે જાણીતો છે. આહિર વી દેવાયત બોદેરે પણ આશરા ધર્મ નિભાવવા પોતાના પુત્રનું બલીદાન આપેલ આવી અમર ઘટના માટે આહિર સમાજ જાણીતો છે. આ વાતને ધ્યાનમાં લઇ દ્વારકામાં આહિર સમાજના આશરે પધારેલા સંત મોરારીબાપુ ઉ૫ર પબુભા માણેક દ્વારા હુમલાનો પ્રયાસ થયેલો આપી ઉપલેટાના આહિર સમાજની માફી ધમર્ર્ને લઇ જયાં સુધી પબુભા માણેક સમાજની માફી ના માગે ત્યા સેુધી આહિર યુવાન મયુર સોલંકી છેલ્લા ૧૦ દિવસથી અનશન પર ઉતરી જતા તંત્રમાં ભારે દોડધામ મચી જવા પામી હતી. ગત શનિવારે આહિર યુવાનની ૧૫૧માં પોલીસ દ્વારા એટકાયત કરના આહિર યુવાનોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો. અને અટકાયતી મયુર સોલંકીએ જમીન ઉપર છુટવાની ના કહેતા તંત્ર ભારે મુંઝવણમાં મુકાયું હતું. ૨૪ કલાકના વોલ્ટેજ ડ્રામા બાદ અટકાયતી યુવાન યુકર સોલંકીને વગર જમીને મુકત કરી તંત્ર ઢીલું પડયું હતું.  આહિર યુવાનની અટકાયતા ધેરા પડઘા અહિર યુવાનોમાં પડ્યા હતા. ગત શનિવારે સવારે મયુર સોલંકીના સમર્થનમાં જ આહિર યુવાનો ધર્મેશ ચંદ્રવાડિયા, ભરત બાધોરા, ગોપાલ ચંદ્રવાડિયા, મનિષ જલું, પ્રતિક ઉપવાસ પર ઉતરતા તમામ ૪ યુવાનની પોલીસ અટકાયત કરી પોલિસ મથકે બેસાડયા બાદ તમામતે વગર જમીને છોડી મુકાયા હતા. આ છાવણીની મુલકાતે ખેચી અગ્રણી પાલભાઇ આંબલીયા પણ આવ્યા હતા. તેમજ જામકલ્યાણપુર તાલુકા પંચાયત ઉપપ્રમુખ રાજાભાઇ સહિત આહિર આગેવાનો આવ્યા હતા. અનર ઉપર ઉતરેલા મયુર સોલંકીને પોલીસ દ્વારા ૧૫૧માં અટકાયત કરાયા બાદ મામલતદાર સમક્ષ રજુ કરાતા મયુર સોલંકીએ જામીન લેવાનો ઇન્કાર કરતા તંત્ર મુંઝવણમાં મુકાઇ ગયું હતું. છેલ્લા તંત્ર દ્વારા કોરોના રિપોર્ટનો આશરો લઇ ર૪ કલાક દરમ્યાન આહિર યુવાન મયુર સોલંકીન હોસ્પિટલમાં રાખ્યા બાદ વગર જામીને મુકત કરાયા હતા.

અનશન પર ઉતરેલા મયુર સોલંકી શું કહે છે

છેલ્લા ૧૦ દિવસથી અનશય પર ઉતરેલા મયુર સોલંકીનો સંપર્ક કરતા તેઓએ જણાવેલ કે હું મારા અનશયમાં મકકમ છું સૌરાષ્ટ્રભરમાંથી આગેવાનોએ છાવણીની મુલાકાત લીધી છે શહેરના યુવાનો પણ પ્રતિક ઉપવાસ કરી મારૂ મનોબળ વધારી રહ્યા છે. પોલીસ તંત્ર અને આરોગ્ય વિભાગનો પણ ખુબ સાથ સહકાર મળી રહ્યો છે. આરોગ્ય વિભાગના રૂટિંગ ચેકીંગ દરમ્યાન દશ દિવસમાં ૮ કિલો વજન ધટયું છે.

મયુર સોલંકીનો કોરોના રિપોર્ટ શા માટે?

સરકારના નિયમ મુજબ કોઇ આરોપીની ધરપકડ કરી જેલ હવાલે કરતા પહેલા કોરોના રિપોર્ટ કરાવવાનો હોય છે ત્યારે મયુર સોલંકીની ૧પ૧માં અટકાયત બાદ બીજા દિવસે કોરોના રિપોર્ટના બહાને સીવીલમાં લઇ જવામાં આવ્યો કોરોના રિપોર્ટ ગઇકાલે આવ્યા બાદ મયુર સોલંકીને વગર જામીને મુકત કરી દેવામાં આવ્યો હતો ત્યારે શહેરીજનોમાં એક જ વાત ચર્ચાઇ રહી છે કે કોરોના રિપોર્ટ શા માટે કરાવવામાં આવ્યો ?

સમાધાન નજીકના સમયમાં થવાની સંભાવના

આશરા ધર્મ ને બચાવવા માટે મયુર સોલંકીના ૧૦ દિવસના અનશય ઉ૫વાસ થતા ઉપલેટા, દ્વારકા, જામનગરના આહિર સમાજના આગેવાનો વચ્ચે વાતનો દોર શરુ થઇ ચૂકયો છે. ટુંક સમયમાં જ ઘીના ઠામ ઘી પાડી આહિર યુવાન મયુર સોલંકીના અનશનનો અંત લાવવા આહિર સમાજના આગેવાનો પડમાં આવ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.