ઓ.પી.ડી. સેવા ૨૪ કલાક માટે બંધ: શહેરની ક્રિષ્ના, વિશ્વાસ, સમર્પણ સહિતની તમામ ખાનગી હોસ્પિટલ બંધમાં જોડાઈ
ગત સોમવારે લોકસભામાં તબીબી બેક ગ્રાઉન્ડ ન હોય તેવી વ્યક્તિને તબીબી પ્રેક્ટિસ કરવાની પરવાનગી આપતું બિલ પસાર કરવામાં આવતા એન.એમ.સી. બિલમાં વિરોધમાં દેશભરમાં આજ સવારે ૬ વાગ્યાી આઈએમએના ડોકટરો હડતાલ ઉપર ઉતરી જતા ઉપલેટા શહેરની નામાંકિત હોસ્પિટલો ક્રિષ્ના હોસ્પિટલ, વિશ્વાસ હોસ્પિટલ, ન્યુ લાઈફ હોસ્પિટલ, વાત્સલ્ય હોસ્પિટલ, સમર્પણ હોસ્પિટલે આજ સવારી બંધમાં જોડાઈને ઓપીડી વિભાગ સંપૂર્ણ બંધ રહેવા પામેલ છે. આ અંગે ઉપલેટા મેડિકલ એસો.ના ડો.રોહિત ગજેરા, ડો.બ્રિજેશ મોડિયા, ડો.જયાતિ કણસાગરા, ડો.બસેચીયા, ડો.પ્રતિક ભાલોડીયા સહિતનાઓએ જણાવેલ કે, આ બિલના કારણે તબીબી શિક્ષણ અંધકારની ગર્તામાં ધકેલાશે. બિલની જોગવાઈ વિવાદાસ્પદ છે.