ઉપલેટા નગરપાલીકા સંચાલીત શહેરને પાણી પૂરૂ પાડતા કોલકી રોડ આવેલ છ લાખની ક્ષમતા ધરાવતો પાણીનો ટાંકો કાલે બપોરે અચાનક ધડાકા સાથે તુટીપ ડતા લતાવાસીઓમાં નાસ ભાગ મચી ગઈ હતી.કોલકી રોડ ઉપર આવેલ શહેરને પીવાનું પાણી પુરૂ પાડતા 6 લાખ લીટર પાણીનો ટાંકો ગઈકાલે બપોરે ત્રણ વાગે ધડાકાભેર તુટી પડતા લોકોમાં ભયભીત બની ગયા હતા સદનસીબે કોઈજાનહાની થવા પામી નહતી પણ આજુબાજુના લતાવાસીઓ દ્વારા બે વખત લેખીતમાં રજૂઆત કરવા છતા આ ટાંકી તોડી નહી પડાતા ખૂબજ રોષ જોવા મળ્યો હતો.
લત્તાવાસીઓ દ્વારા બે વાર લેખીત રજૂઆત કરવા છતા તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી નહીં
ઘટનાની જાણ થતા જ ચીફ ઓફીસર નિલમ ઘેટીયા ઘટના સ્થળે દોડી ગયા હતા. તપાસના આદેશો આપ્યા હતા અને જે બાજુમા આવેલ ટાંકાનો પણ રીપોર્ટ કરવા આદેશ આપ્યા હોવાનું જાણવા મળેલ છે.તુટી પડેલા ટાંકો 2019માં રિપોટના આધારે આ પાણીના ટાંકાની છતમાં વધુૂ બેવર્ષની હોવાનું જણાવેલ પણ પાણી વિતરણની નવી વ્યવસ્થા ન થાય ત્યાં સુધી આ ટાંકોમાં લીમીટમાં પાણી ભરવા પાણી પુરવઠા બોર્ડને સૂચના પણ પાલીકા દ્વારા આપવામાં આવેલ હતી.15 વર્ષ પહેલા બંધાયેલ ટાંકો તુટી પડતા મોટા ધડાકાને કારણે લતાવાસીઓની અગાસી ઉપર પણ પ્થર પડયા હતા. પણ કોઈ જાનહાની થવા પામેલ નહોતી.