છેલ્લા આઠ દિવસથી ફરી રહેલા રથ દ્વારા લોકોની આરોગ્ય તપાસ, માર્ગદર્શન સહિત ઉકાળો અને દવા વિતરણ

ઉપલેટા તાલુકાના ગામોમાં કોરોના વાઇરસથી બચવા તેમજ તકેદારી રાખવાના ભાગરૂપે લેવાતા સરકારી પગલાના અનુસંધાને ધનવંતરી રથનું આયોજન કરાયું છે. જેમાં છેલ્લા આઠ દિવસથી ૬૦૦ થી વધુ લોકોની આરોગ્ય તપાસ બાદ તેઓને ઉકાળો અને હોમીયોપેથી એલોપેથી દવાનું વિતરણ કરવામા: આવી રહ્યું છે.

જીલ્લા પંચાયત દ્વારા કોરોના રોગ માટે જાગૃતિ લાવવા માટે જીલ્લા આરોગ્ય વિભાગ દ્વારા ધનવંતરી આરોગ્ય રથ સમગ્ર તાલુકામાં ફરી રહ્યા છે. લોકો વ્યાપાક પ્રમાણમાં દવાનો લાભ લઇ રહ્યા છે.

તાલુકામાં છેલ્લા આઠ દિવસ દરમ્યાન જીલ્લા આરોગ્ય વિભાગ દ્વારા ધનવંતરી આરોગ્ય રથ દ્વારા જીલ્લા આરોગ્ય અધિકારી ડો. મિતુલ ભંડેરીની દેખરેખ હેઠળ તાલુકાના આરોગ્ય હેલ્થ ઓફીસર ડો. હેપી પટેલના માર્ગદર્શન નીચે તાલુકામાં ત્રણ રથ દ્વારા જયા જયાં કોરોના પોઝીટીવ કેસ નોંધાયેલા છે તેમજ કવોરનટાઇન, ક્ધટાઇટમેન્ટ અને બફર ઝોન વિસ્તારમાં જઇ ૬૦૦ કરતાં વધુ લોકોની મેડીકલ ચકાસણી કરી ઉઘરસ, તાવ:, શરદીવાળા દર્દીઓને સેમ્પલ લેવરાવી કોરોના તપાસણી કરાવેલ આ ઉપરાંત જે તે વિસ્તારમાં જઇ આયુર્વેદ ઉકાળો, ભારત સરકાર દ્વારા બહાર પાડેલી આયુર્વેદ કેપ્સુયલ એલોપેથીક દવા, હોમિયોપેથીક દવાનું વિતરણ કરવામાં આવ્યું છે તેમજ સગર્ભા બહેનો, સીનીયર સીટીઝન અને નાના બાળકો ને કોરોનાથી શું કાળજી રાખવી કોરોના કેવા લક્ષણ ધરાવતાો દર્દીઓને થાય છે. કોરાનાથી બચવા લોકોએ કેવી તકેદારી રાખવી જોઇએ.

સહિતની માહીતી આરોગ્ય વિભાગની ટીમના ડો. રંજનમેડમ, ડો. મેહશભાઇ, ડો. મિતલમેડમ  સહિત ઘેર ઘેર જઇ કોરોના ની જાગૃતિનો સંદેશો આપી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.