રાજકોટ-અમદાવાદ ધોરી માર્ગ પર  આવેલા  લીંબડી નજીક  મોડીરાત્રે  મૃત પશુ સાથે ધારાસભ્યની કાર અથડાતા  ત્રણ ગોથા ખાઈ ગઈ હતી. અને સદભાગ્ય મોટીજાન હાની ટળી હતી. ઉપલેટાના ધારાસભ્ય ડો. મહેન્દ્રભાઈ  પાડલીયા અને જિલ્લા ભાજપ મહામંત્રી રવિ માંકડીયાને ઈજા પહોચી હતી. આ બનાવની જાણ પોલીસને થતા ઘટના સ્થળે દોડી જઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

કાનપર ગામના પાટીયા પાસે મૃત ભેંસ સાથે અથડાયેલી કાર ત્રણ ગલોટીયા ખાઈ ગઈ: ધારાસભ્ય કિરીટસિંહ ઝાલા સહિતની ટીમ દોડી ગઈ: પ્રાથમિક સારવાર આપી રાજકોટ ખાતે ખસેડાયા

વધુ વિગત મુજબ ઉપલેટા-ધોરાજીના  ધારાસભ્ય ડો. મહેન્દ્રભાઈ પાડલીયા જી.જે.02 એમ.9504 નંબરની  કાર લઈને  રાત્રે જિલ્લા ભાજપના  મંત્રી રવિ માકડીયા સહિત ગાંધીનગર રવાના થયા હતા.  ત્યારે લીંબડી  નજીક કાનપરના પાટીયા પાસે પહોચ્યા ત્યારે   રસ્તામાં મૃત  હાલતમાં પડેલી ભેંસ સાથે કાર અથડાતા કાર બેથક્ષ ત્રણ ગલોટીયા ખાઈ ગઈ હતી. સર્જાયેલા  ગંભીર અકસ્માતમાં મોટી જાનહાની ટળી હતી.

આ બનાવની જાણ લીંબડીના  ધારાસભ્ય કિરીટસિંહે રાણા સહિતની ટીમ દોડી ગઈ હતી લીંબડી હોસ્પિટલ ખાતે પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે રાજકોટ ખાતે ખસેડવામાં આવ્યા છે.

ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલીયાને પાસળીમાં ઈજા થઈ છે. જયારે જિલ્લા ભાજપ મંત્રી રવિ  માંકડીયાને ફેકચર થયાનું  જાણવા મળ્યું છે. કારની હાલત જોતા  સદનસીબે મોટી જાનહાની ટળી છે.  લીંબડી પોલીસ સ્ટાફ દોડી જઈ કાર્યવાહી હાથ ધરી છે.

પોતાના નિર્ધારીત કાર્યક્રમ  પતાવી દર મંગળવારે રાબેતા મુજબ ગાંધીનગર ખાતે ઉપસ્થિત રહેવા માટે રાત્રે રવાના થયા હતા ત્યારે લીંબડી નજીક કાનપર ગામના પાટીયા પાસે અકસ્માત નડયો હતો.  આ બનાવની જાણ  થતા મોટી સંખ્યામાં  લોકો હોસ્પિટલે દોડી ગયા હતા.

ધારાસભ્ય મહેન્દ્ર પાડલીયા તથા અન્ય બે વ્યક્તિઓ ગોવિંદભાઈ હીરાભાઈ, તથા રવીભાઈ નવીનભાઈ ઉપલેટા થી ગાંધીનગર જવા નીકળ્યા હતા લીંબડી બગોદરા નેશનલ હાઈવે પર કાનપરા ના પાટિયા નજીક મોડી રાત્રે પુરપાટ ઝડપે જતી તેમની કાર રસ્તા વચ્ચે પડેલી ભેંસ પર ચડી જતા કાર ત્રણ ચાર પલ્ટી ખાઇ રસ્તા ની સાઇડમાં વોકળામાં ખાબકતા અકસ્માત સર્જાયો હતો.

આ ઘટના ની જાણ થતાં લીંબડી ધારાસભ્ય અને પુર્વ કેબિનેટ મંત્રી કિરિટસિંહ રાણા ને થતા તેઓ ટીમ સાથે ઘટના સ્થળે દોડી ગયા હતા અને ઇજાગ્રસ્તોને સારવાર માટે તાબડતોબ લીંબડી સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા હતા. સામાન્ય ઇજાઓ હોય પ્રાથમિક સારવાર આપી ધારાસભ્ય મહેન્દ્ર પાડલીયા અને અન્ય બે લોકો રાજકોટ તરફ રવાના થયા હતા ગોઝારા અકસ્માતો માટે જાણીતો લીંબડી નેશનલ હાઈવે સિક્સ લેન બનવા છતાં અકસ્માતો ઘટવા નુ નામ લેતા નથી..

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.