ઉપલેટા તાલુકાના મેરવદર ગામે બુટલેગરોના આતંકથી ગામ અચોક્કસ મુદત માટે બંધ કરવામાં આવ્યું જેને લઈ રાજકોટ જિલ્લાના એસ. પી.,અને કલેકટર, સહિતના ઉચ્ચ અધિકારીઓ મેરવદર ગામે પહોંચ્યા.
રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના મેરવદર ગામે ગત તારીખ 10 ઓગસ્ટના રોજ રાત્રિના મારામારીની એક ઘટના બની હતી. આ ઘટનામાં એક વ્યક્તિને ગંભીર ઇજા પહોંચતા તેમને પ્રથમ ઉપલેટા ખાતે ખસેડવામાં આવ્યા હતા અને તેની હાલત ખૂબ જ ગંભીર જણાતા તેમને વધુ સારવાર અર્થે રાજકોટ ખાતે ખસેડવામાં આવ્યા હતા.. આ ઘટનામાં બુટલેગરોનો આતંક હોવાની બાબત સામે આવી છે જેના કારણે ગ્રામજનોએ રોષે ભરાઈને ઉપલેટા મામલતદારને આવેદનપત્ર પાઠવી ગામને અચોક્કસ મુદત માટે બંધ કરી દીધું હોવાનું સામે આવ્યું છે.
જેને લઈ આજે રાજકોટ જિલ્લા કલેકટર, જિલ્લા એસ. પી. સહિતના ઉચ્ચ અધિકારીઓ મેરવદર ગામે આવી પહોંચ્યા હતા.ઉપલેટા તાલુકાના મેરવદર ગામે જે પ્રકારે ઘટના બની છે તેમાં સમસ્ત ગ્રામજનો બુટલેગરોના આતંકની વાતનું રટણ કરે છે અને તેમના જ લીધે લોકો પર હુમલાઓ થાય છે.
આ ઘટના બાદ ઉપલેટા મામલતદારને પણ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું
હાલ આ ઘટનામાં પોલીસ દ્વારા અહીંયા દારૂનો મુદ્દો નહીં પણ પટેલ સમાજનો મુદ્દો હોય અને તેના લીધે અહી માથાકૂટ થઈ હોયનું જણાવવામાં આવ્યું હતું
એક તરફ ગ્રામજનો એકત્ર થઈ એવું જણાવે છે કે અહીંયા બુટલેગરોનો આતંક હોવાની બાબતે માથાકૂટ થઈ છે જ્યારે અધિકારીઓ જમીન વિવાદ એટલે કે, સમાજના વિવાદને લઈને માથાકૂટ થઈ હોવાનું રટણ કરે છે. ત્યારે સવાલ એ થાય છે કે અહીં ગ્રામજનો સત્ય બોલે છે કે પછી અધિકારીઓ આ મામલાને દબાવવાનો પ્રયત્ન કરે છે તેને લઈને ચર્ચાનો દોર શરૂ થયો.પરંતુ આ બધાની વચ્ચે અધિકારીઓની અને રાજનેતાઓની મુલાકાત બાદ ગ્રામજનોમાં અસંતોષ યથાવત હોવાનો ગ્રામજનો અને સરપંચો જણાવે છે.
હાલ આ સમગ્ર મામલે ગ્રામજનોને આશ્વાસન નહીં પરંતુ પરિણામ જોઈએ તેવું પણ ગ્રામજનોની માંગનું રટણ જોવા મળ્યું હતું.
કિરીટ રાણપરીયા
ઉપલેટા